+

VADODARA : અક્ષર પબ્લીક સ્કુલમાં પેનલ્ટી, પરીક્ષામાં નહિ બેસવા દેવાનો મુદ્દો ગાજ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં નેશનલ હાઇવે – 48 પર આવેલી અક્ષર પબ્લીક સ્કુલ (AKSHAR PUBLIC SCHOOL) દ્વારા ફી ઉપરાંત વાલીઓ પાસેથી પૈસા ઉધરાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા આજે વાલી…

VADODARA : વડોદરા (VADODARA) માં નેશનલ હાઇવે – 48 પર આવેલી અક્ષર પબ્લીક સ્કુલ (AKSHAR PUBLIC SCHOOL) દ્વારા ફી ઉપરાંત વાલીઓ પાસેથી પૈસા ઉધરાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા આજે વાલી મંડળના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત સમયે અન્ય વાલીઓ પણ એકત્ર થઇ ગયા હતા. અને સ્કુલના શિક્ષકો દ્વારા કડકાઇ ભર્યુ વર્તન, લેટ ફી ના નામે પેનલ્ટી વસુલવાના મુદ્દે રજૂઆત કરી હતી. તમામને સાંભળ્યા બાદ પ્રિન્સિપાલ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

પ્રિન્સિપાલ સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆતો મુકવામાં આવી

વડોદરામાં જુનુ શૈક્ષણિક સત્ર પતે તે પહેલા સ્કુલ અને વાલીઓ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. શહેર નજીક હાઇવે – 48 પર આવેલી અક્ષર પબ્લીક સ્કુલ દ્વારા વાલીઓ પાસેથી ફી ભરવામાં મોડું થાય તો પેનલ્ટી વસુલવી, શિક્ષકો દ્વારા ગેરવર્તણુંક અને ફી નહિ ફરી હોય તો પરીક્ષામાં નહિ બેસવા દેવાની ધમકી સહિતના મામલે આજે વાલી મંડળના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાંં આવી છે. આ તકે અન્ય વાલીઓ દ્વારા પણ પ્રિન્સિપાલ સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆતો મુકવામાં આવી હતી. આ ઘટના બાદ આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

વધુ સમય લાગે તો રૂ. 1 હજાર પણ તેમણે લીધા

ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળના પ્રમુખ દિપક પાલકર જણાવે છે કે, આજે અક્ષર પબ્લીક સ્કુલને લઇ અમારી પાસે અરજી આવી હતી. કોઇ વાલી ફી ભરવા માટે મોડું થાય તો સંચાલકો પેનલ્ટીના પૈસા લઇ રહ્યા છે. જો વધુ સમય લાગે તો રૂ. 1 હજાર પણ તેમણે લીધા છે. એટલે આજે અમે અહિંયા રજૂઆત કરવામાં આવ્યા હતા. ખરેખર કાયદામાં આવું કંઇ નથી. જે બાદ વાલીઓ આવતા ગયા, અને સમસ્યાઓ રજૂ કરતા ગયા. એક વાલીએ તો જણાવ્યું કે, ફી ન ભરી હોય તો તેને અંદર બોલાવીને તેનું આઇ કાર્ડ કાઢવામાં આવતું હતું. અને તેને પરેશાન કરવામાં આવતો હતો. જેટલા વાલીઓના પૈસા લીધા છે તે પરત કરવા વિનંતી કરી છે.

શિક્ષકોની ભરતી વખતે તેની લાયકાત ચકાસવી

વધુમાં તેઓ જણાવે છે કે, પ્રિન્સીપાલ સાથે કરેલી ચર્ચામાં તમામ મુદ્દાઓ મુકવામાં આવ્યા છે. પ્રિન્સીપાલ અને ટીચર્સ વચ્ચે કો ઓર્ડિનેશનનીની કમી જણાય છે. મેડમને ટીચર્સના વ્યવહાર અંગે ખબર ન હતી. ફી ન ભરી શકો તો સરકારી સ્કુલમાં દાખલ કરી દો, આ કહેનાર શિક્ષકને કાઢી મુકવા માટે રજૂઆત કરી છે. શિક્ષકોની ભરતી વખતે તેની લાયકાત ચકાસવી જોઇએ. અમે મુકેલી માંગો પુરી નહિ થાય તો આગળ રજૂઆત કરવામાં આવશે. તમામ વાલીઓને વધારાની વસુલેલી ફી પરત આપાવીશું.

પેનલ્ટી વાલીઓને પરત કરવામાં આવશે

પ્રિન્સીપાલ અનુ અગ્રવાલ જણાવે છે કે, સીટ નંબર એક પ્રોટોકલ છે. તેનાથી પરીક્ષામાં કોઇ ફરક નહિ પડે. પરીક્ષા નહિ આપવા દઇએ તેમ જણાવનાર શિક્ષકો અંગે તપાસ કરવામાં આવશે. અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેક બાઉન્સ થાય તો પેનલ્ટી લેવામાં આવે છે. પેનલ્ટી વાલીઓને પરત કરવામાં આવશે. પાણીની સમસ્યાને લઇને વાલીઓએ કહ્યું છે, તે અંગે અમે તપાસ કરીશું. મને ઘણી ફરિયાદ મળી છે.

આ પણ વાંચો —  VADODARA : મરી માતાના ખાંચામાંથી ટ્રાફિકને નડતર રૂપ દબાણો પર કાર્યવાહી

Whatsapp share
facebook twitter