+

VADODARA : ઓનલાઇન જુગારની લતે ઘરમાં આર્થિક તંગી સર્જાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં અભયમ (ABHAYAM) ની ટીમ પાસે ઘરનું વાતાવરણ ડહોળાયુ હોવાનો કિસ્સો પહોંચ્યો છે. જેમાં ઓનલાઇન જુગારની લતે ચઢેલવા પતિ ગમે તે રીતે સમજાવો સમજવા તૈયાર નથી.…

VADODARA : વડોદરા (VADODARA) માં અભયમ (ABHAYAM) ની ટીમ પાસે ઘરનું વાતાવરણ ડહોળાયુ હોવાનો કિસ્સો પહોંચ્યો છે. જેમાં ઓનલાઇન જુગારની લતે ચઢેલવા પતિ ગમે તે રીતે સમજાવો સમજવા તૈયાર નથી. અને પૈસા હારી ગયા પછી પણ ઓનલાઇન જુગાર રમવાનું ચાલુ જ રાખે છે. જેને લઇને ઘરમાં આર્થિક તંગીનું વાતાવરણ સર્જાયું હતું. આખરે અભયમની ટીમ દ્વારા જુગારની લતે ચઢેલા પતિનું અસરકારક કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ તેણે આ લતમાંથી બહાર આવવાની બાંહેધારી આપી હતી. આમ, અભયમની ટીમે સુખદ સમાધાન કરાવ્યું હતું.

માંગે ત્યારે તેને પૈસા આપતો નથી

મહિલાઓ માટે સરકાર દ્વારા 181 અભયમ ટીમની રચના કરી છે. આ ટીમો દ્વારા ખાસ કરીને મહિલાઓની સમસ્યામાં અસરકારક કાઉન્સિલીંગ કરીને સમાધાન કરાવવામાં આવે છે. જરૂરી જણાય તો અભયમની ટીમ દ્વારા વધુ કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવે છે. તાજેતરમાં વડોદરા અભયમની ટીમને સ્ટ્રેસ કોલ મળ્યો હતો. તેમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેનો પતિ નોકરી કરે છે. પરંતુ મહિલા માંગે ત્યારે તેને પૈસા આપતો નથી. અને માનસિક ત્રાસ આપે છે.

ઓનલાઇન જુગારનું વળગણ

કોલ મળતા જ અભયમની ટીમ સરમાને પહોંચી હતી. અભયમની ટીમે સમગ્ર મામલે માહિતી મેવળતા જાણ્યું કે, પરિવારની મહિલા બીજા ઘરના કામ કરીને બાળકોનું ભરણ પોષણ કરે છે. તેનો પતિ ઓનલાઇન ફૂડ-ગ્રોસરી ડિલીવરી કંપનીમાં કામ કરે છે. અને તેને મોબાઇલમાંથી રમી શકાય તેવી ઓનલાઇન જુગારનું વળગણ છે.

પૈસાને દિકરીના નામે બેંકમાં મુકવા

મહિલા તેને પતિને ગમે તેટલું સમજાવે તે જુગારની લત છોડવા અંગે માનવા તૈયાર નથી. જેને લઇને ઘરમાં આર્થિત તંગીનું વાતાવરણ સર્જાયું છે. અભયમની ટીમ દ્વારા આ બાદ મહિલાના પતિનું કાઉન્સિલીંગ કર્યું હતું. જેમાં તેને સમજાવ્યું કે, ગેમમાં જે પૈસા હારી ગયા તે પાછા આવવાના નથી. તે જ પૈસાને દિકરીના નામે બેંકમાં મુકવા જોઇએ. તેનું વ્યાજ આવે, તો તે ઘર ખર્ચમાં મદદરૂપ થઇ શકે, ભવિષ્યમાં ગમે તેવી પરિસ્થીતી હશે પરિવાર જ સાથ આપશે. સાથે જ પરિવારના સભ્યોની જવાબદારી અને બાળકોના ભણતર અંગે વિગતવાર જણાવવામાં આવ્યું હતું.

લગ્ન જીવનમાં ધ્યાન આપશે

બંને પક્ષે અસરકારક કાઉન્સિલીંગ બાદ પતિ ગેમની લત છોડવા માટે માની ગયા હતા. અને તે છોડીને લગ્ન જીવનમાં ધ્યાન આપશે તેવી બાંહેધારી પણ તેણે આપી હતી. આખરે ઉપરોક્ત મામલે અભયમની ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવી પરિવારને મદદ કરી હતી.

આ પણ વાંચો —VADODARA : મંજુસર GIDC ની કંપનીમાં મધરાત્રે શરૂ થયું આગનું તાંડવ

Whatsapp share
facebook twitter