+

Baba Siddiqui ની હત્યાની સોપારી કેમ આ શાર્પશૂટર્સને અપાઇ ?

બાબા સિદ્દીકી હત્યા કેસમાં બિશ્નોઇ ગેંગના વધુ 5 આરોપી પકડાયા આરોપીની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ યુપીના શૂટર્સને આપવામાં આવ્યો હતો Baba Siddiqui Murder Case : બાબા…
  • બાબા સિદ્દીકી હત્યા કેસમાં બિશ્નોઇ ગેંગના વધુ 5 આરોપી પકડાયા
  • આરોપીની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો
  • બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ યુપીના શૂટર્સને આપવામાં આવ્યો હતો

Baba Siddiqui Murder Case : બાબા સિદ્દીકી હત્યા કેસ (Baba Siddiqui murder case)માં આરોપીની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા એક આરોપીએ જણાવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ યુપીના શૂટર્સને આપવામાં આવ્યો હતો કારણ કે તેઓ બાબા સિદ્દીકીના કદ વિશે જાણતા ન હતા અને તેમને ખબર ન હતી કે આ હત્યા પછી શું થશે. શું પ્રતિક્રિયા હશે?

તેને સારી રીતે ખ્યાલ હતો કે બાબા સિદ્દીકી કોણ છે

પૂછપરછ દરમિયાન એક આરોપીએ જણાવ્યું કે તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેને સારી રીતે ખ્યાલ હતો કે બાબા સિદ્દીકી કોણ છે અને તે કેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે અને તેમને માર્યા પછી તેની પ્રતિક્રિયા શું હશે. જેને ધ્યાનમાં રાખીને તેણે આ કામ માટે શુભમ લોનકર પાસેથી 1 કરોડ રૂપિયાની સોપારીની માંગણી કરી હતી.

આ પણ વાંચો–સુરક્ષા માટે Salman Khan એ દુબઇથી ખાસ બુલેટ પ્રુફ કાર મંગાવી

મોંઘા હોવાના કારણે યુપી મોડ્યુલને સોપારી આપવામાં આવી હતી

આરોપીએ જણાવ્યું કે એક કરોડની રકમ સાંભળ્યા બાદ શુભમ લોનકરે કહ્યું કે તે ખૂબ જ વધારે રકમ છે અને પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. આરોપીઓએ કરેલા ઘટસ્ફોટ મુજબ શુભમ લોનકર જાણતો હતો કે ઉત્તર પ્રદેશના લોકો મહારાષ્ટ્રમાં બાબા સિદ્દીકીની છબી અને કદ વિશે જાણતા નથી. તેથી તેઓ ઓછા પૈસામાં પણ હત્યા કરવા માટે સંમત થશે. જ્યારે પનવેલ અને કલ્યાણ ડોમ્બિવલીના શૂટર્સ સાથેનો સોદો ખર્ચાળ હોવાને કારણે રદ થયો, ત્યારે શુભમ લોનકરે ઉત્તર પ્રદેશ મોડ્યુલને આ કોન્ટ્રાક્ટ આપ્યો, જેના માટે ધર્મરાજ કશ્યપ, ગુરનૈલ સિંહ અને શિવકુમાર ગૌતમને રાખવામાં આવ્યા.

ધરપકડ કરાયેલા પાંચ નવા આરોપીઓના નામ

  1. સંભાજી પારધી, પનવેલ
  2. રામ કનોજિયા, પનવેલ
  3. પ્રદીપ થોમ્બરે, પનવેલ
  4. ચેતન પારધી, અંબરનાથ
  5. નીતિન સપ્રે, ડોમ્બિવલી

અગાઉ ધરપકડ કરાયેલા 4 આરોપીઓ

  1. ધરમરાજ કશ્યપ, યુ.પી
  2. ગુરમેલ સિંઘ, હરિયાણા
  3. પ્રવીણ લોંકર, પુણે
  4. હરીશ, યુ.પી

આ આરોપી હજુ ફરાર

  1. શિવકુમાર ગૌતમ, યુ.પી
  2. શુભમ લોનકર, પુણે
  3. ઝીશાન અખ્તર, પંજાબ

આ પણ વાંચો–બેધડક Salim Khan…સલમાન ક્યારેય માફી નહીં માગે….

Whatsapp share
facebook twitter