Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તસ્કરોએ સાધુનો વેશ કર્યો ધારણ, ગ્રામજનોએ મેથી પાક ચખાડ્યો, જુઓ વીડિયો

05:30 PM Aug 10, 2024 |
  • ગામવાસીઓને લૂંટવા માટે સાધુઓનો વેશ ધારણ કર્યો

  • ગ્રામીણ લોકોએ આ સાધુઓને મેથી પાક ચખાડ્યો

  • તેઓ છેતરપિંડી કરવાના ઈરાદે ગામમાં આવ્યા

UP fake baba video: Uttar Pradesh ની રાજધાની લખનૌમાં સાધુના વેશમાં તસ્કરો આવ્યા હતાં. પરંતુ આ નકલી સાધુઓની કરતૂતોની જાણ સ્થાનિકોને થઈ ગઈ હતી. ત્યારે આ સાધુના વેશમાં આવેલા તસ્કરોને પકડીને સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો હતો. તે ઉપરાંત આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. તો પોલીસ આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ગામવાસીઓને લૂંટવા માટે સાધુઓનો વેશ ધારણ કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર, લખનૌના ગોસાઈગંજના સરાઈ મહુરા ગામમાં અનેક સાધુઓ ફરી રહ્યા હતાં. જેમને યુવાઓ દ્વારા પકડીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે પહેલા તો ગ્રામીણ લોકોને લાગ્યું કે, આ લોકો સાંપ પકડવા માટે ગામમાં કોઈના ઘરે આવ્યા છે. પરંતું પછી માલૂમ પડ્યું કે, આ તસ્કરો છે. જે સાધુઓનો વેશ ધારણ કરીને ગામવાસીઓને લૂંટવા માટે આવ્યા છે. ત્યારે યુવાઓ આ તમામ નકલી સાધુઓને પકડીને દોરી વડે એકસાથે બાંધી દીધા હતાં.

આ પણ વાંચો: ભારતમાં રેવ પાર્ટીનો ક્રેઝ! દારૂ, ડ્રગ્સ અને હુક્કાના નશામાં ધૂત યુવા પેઢી

ગ્રામીણ લોકોએ આ સાધુઓને મેથી પાક ચખાડ્યો

ત્યારબાદ ગ્રામીણ લોકોએ આ સાધુઓને મેથી પાક ચખાડ્યો હતો. ગુસ્સામાં લોકોએ આ નકલી સાધુઓને ગડદાપાટુ અને ચપ્પલથી બેરહેમ માર માર્યો હતો. ત્યારે આ નકલી સાધુઓ લોકોને પાસે હાથ જોડીને માફી માગતા જોવા મળી રહ્યા છે. ત્યારે સમયસર પોલીસ ઘટનાસ્થળ પર આવી હતી, અને આ નકલી સાધુઓને ગ્રામીણના મારથી બચાવીને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે.

તેઓ છેતરપિંડી કરવાના ઈરાદે ગામમાં આવ્યા

ગ્રામજનોએ જણાવ્યું કે આ તમામ યુવકો ભગવા કપડા પહેરીને ગામમાં ફરતા હતાં. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે કોઈ પણ સવાલનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતાં. આ પછી ગ્રામજનોને શંકા ગઈ કે તેઓ છેતરપિંડી કરવાના ઈરાદે ગામમાં આવ્યા છે. તો રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમને માર માર્યો હતો. બાદમાં પોલીસ તેમને પોતાની સાથે લઈ ગઈ હતી.

આ પણ વાંચો: PM મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો, પીડિતોને મળશે