+

કોરોના અને મોંઘવારીની અસર, સેકન્ડ હેન્ડ કાર બની લોકોની પસંદ

સેકન્ડ હેન્ડ કાર તરફ ગુજરાતીઓ વળ્યાકોરોના બાદ સેકન્ડહેન્ડ કારનું માર્કેટ બમણું થયું છે. વાર્ષિક 7,500 કરોડથી વધુની કારનું વેચાણ મહામારી બાદ થયું છે. વેચાણમાં 50 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.​​​​​​​ આ સિવાય નવી કારની ઉંચી કિંમત તેમજ નવી કારમાં વેઇટીંગ પિરિયડ લંબાતા ગુજરાતમાં યુઝ્ડ કારની ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં સેકન્ડ હેન્ડ કારનો ઓટો એક્સપો અમદાવાદમાં બે દિવસ માટે યોજવામાં આ
સેકન્ડ હેન્ડ કાર તરફ ગુજરાતીઓ વળ્યા
કોરોના બાદ સેકન્ડહેન્ડ કારનું માર્કેટ બમણું થયું છે. વાર્ષિક 7,500 કરોડથી વધુની કારનું વેચાણ મહામારી બાદ થયું છે. વેચાણમાં 50 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.​​​​​​​ આ સિવાય નવી કારની ઉંચી કિંમત તેમજ નવી કારમાં વેઇટીંગ પિરિયડ લંબાતા ગુજરાતમાં યુઝ્ડ કારની ડિમાન્ડ વધી છે.
 
ગુજરાતમાં સેકન્ડ હેન્ડ કારનો ઓટો એક્સપો અમદાવાદમાં બે દિવસ માટે યોજવામાં આવ્યો. મર્સિડીઝ, ઔડી, બીએમડબલ્યુ, જેગુઆર, રેન્જરોવર, પોર્શે, રોલ્સ રોયસ જેવી કાર વેચાણ માટે મૂકાશે. કારની કિંમત 20 લાખથી 2.5 કરોડ સુધીની રેન્જમાં રહેશે. આ એક્સપોમાં 30 જેટલી કારનું વેચાણ થયું છે.કોરોના બાદ જીવનશૈલીમાં બદલાવ આવતા લક્ઝુરીયસ કાર પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે.
 
ટોચની પસંદગીની બ્રાન્ડમાં મારૂતી, હ્યુન્ડાઇ, હોન્ડા, વેગનઆર, આઇ 10 છે. જ્યારે જો કલર્સની વાત કરીએ તો  પસંદગીના કલર વ્હાઇટ, ગ્રે, સિલ્વર વધુ વેચાય છે. ગુજરાતમાં સરેરાશ 2500-3000 યુઝ્ડ કારના ડિલર્સ છે.
 
2,500 થી વધુ ગુજરાતમાં સેકન્ડહેન્ડ કારના રજીસ્ટર્ડ ડિલર્સ
2,000 કરોડથી વધુનું  ગુજરાતમાં નવી કારનું માર્કેટ છે. તેની સામે 7500 કરોડથી વધુનું સેકન્ડહેન્ડ કારનું વાર્ષિક માર્કેટ ગુજરાતમાં જોવાં મળી રહ્યું છે.​​​​​એક વર્ષ પૂર્વે કોર્મશિયલ વાહનોમાં CNGનું પ્રમાણ બે ટકા હતુ જે વધીને અત્યારે 10 ટકા પહોંચ્યું છે.
લોકો ડિઝલના બદલે CNG તરફ ડાઇવર્ટ 
​​​​​​​એક વર્ષ પૂર્વે કોર્મશિયલ વાહનોમાં CNGનું પ્રમાણ બે ટકા હતું જે વધીને અત્યારે 10 ટકા પહોંચ્યું છે. પેટ્રોલ-ડિઝલની કિંમતો છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે જેના પરિણામે કોર્મશિયલ વાહનો હવે ડિઝલના બદલે CNG તરફ ડાઇવર્ટ થઇ રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશનના બજેટ ઇંધણના કારણે છેલ્લા બે વર્ષમાં બમણા થયા છે.ઓટો સેક્ટર માટે છેલ્લા ચાર-પાંચ મહિના નબળા પુરવાર થયા છે. સેમિ કન્ડક્ટરની શોર્ટેજના કારણે અને કાચા માલની ઉંચી કિંમતોથી કિંમતોમાં વધારો થતા તેની સીધી અસર વેચાણ પર જોવા મળી છે. જાન્યુઆરી માસમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 8 ટકાનો ડિ-ગ્રોથ જોવા મળ્યો છે. 
Whatsapp share
facebook twitter