+

VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ-શો

VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી (HOME MINISTER OF INDIA) અને સહકારી મંત્રી અમિત શાહ (AMIT SHAH) નો આજે સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ શો યોજાયો છે. તેમણે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ…

VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી (HOME MINISTER OF INDIA) અને સહકારી મંત્રી અમિત શાહ (AMIT SHAH) નો આજે સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ શો યોજાયો છે. તેમણે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) માટે આ રોડ-શો (ROAD SHOW) યોજ્યો છે. સાંજે 7 – 10 કલાકે અમિત શાહ રોડ-શોના આગમન સ્થળે પહોંચી ગયા હતા.અને રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો. અમિત શાહે માથે પહેરેલી વિશેષ ગુલાબી રંગની પાઘડી વડોદરાના ગાયકવાડી શાસનના રાજાઓની પાઘડી સાથે મળતી આવતી હતી. અમિત શાહનો રોડ શોમાંના વિશેષ વાહન પર ભાજના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા. રોડ-શોના આગળના ભાગે શહેર-જિલ્લાના તમામ પદાધિકારીઓ ચાલતા હતા. અને પાછળના ભાગે કારનો કાફલો ચાલી રહ્યો હતો. સાથે જ અમિત શાહ દ્વારા રેલીમાં ભાગ લેનારાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી. 8 – 15 કલાકે રેલીનું સમાપન થયું હતું.

કરંટ ઇટાલીની અંદર લાગે

આખરમાં અમિત શાહે જણાવ્યું કે, વડોદરાના સૌ નાગરિકોનો મુખ્યમંત્રી, ઉમેદવાર ડો. હેમાંગ જોશી તમામનું સ્વાગત કરવા માટે હ્રદય પૂર્વક ખુબ ખુબ ધન્યવાદ. આજે તમામ જગ્યાઓ પર મોદી મોદી થઇ ગયું છે. ગુજરાતમાં સતત ત્રીજી વખત 26 સીટો ભાજપ જીતવાની છે. પહેલા બે ચરણમાં રાહુલબાબાના સુપડા સાફ. ચાર જુને નિશ્ચિત છે. ત્રીજી વાર મોદીજી વડા પ્રધાન. વડોદરા વાળાઓ ખુબ ગરમી છે, સવારે 7 વાગ્યે નાહ્યા વગર વોટ નાંખી આવજો. કમળના નિશાન જેટા વડોદરામાં કમળ દબાય અને તેનો કરંટ ઇટાલીની અંદર લાગે. મિત્રો ફરી એક વખત વિનંતી કરું છું. રામ લલાના ભવ્ય મંદિરમાં છે. નવરાશે અયોધ્યામાં રામલલાના દર્શન કરી આવજો.

સમગ્ર માહોલ કેસરિયા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સાંજે 7 – 10 કલાકે શહેરના પ્રતાગનગર રૂણમુક્તેશ્વર મંદિરથી શરૂ થયો હતો. જે ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ભગતસિંહ ચોક, અને તાડફળિયા થઇને અંતિમ સ્થાન ખંડેરાવા માર્કેટ સુધી પહોંચ્યો હતો. સ્પેશિયલ કેસરી કારમાં સવાર થઇને શરૂ થયેલા રોડ-શોમાં સમગ્ર માહોલ કેસરિયા જોવા મળ્યો હતો. આ રોડ શો આશરે ત્રણ કિમીનો હતો. જેનું સમાપન 8 – 15 કલાકે થયું હતું. ત્રણ કિમીના રોડ-શોમાં 25 થી વધુ અલગ અલગ સ્ટેજ પર ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ સાંસ્કૃતિક ફ્લોટસે આકર્ષણ જમાવ્યું હતું.

અનેક ફ્લોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા

રોડ-શોમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ તૈયાર કરવામાં આવેલા રથમાં વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી હાજર રહ્યા હતા. તે સિવાયના તમામ નેતાઓ અન્ય વાહનોમાં અથવાતો પગપાળા જોવા મળ્યા હતા. રોડ શોમાં માંડવી ગેટ પહેલા પ્રભુશ્રી રામ પરિવારનો ફ્લોટસ તથા નાના બાળક દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની 10 હજાર મોઝેક દ્વારા તૈયાર કરેલી છબીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.

આ પણ વાંચો — VADODARA : રવિવારે “તમારા મતદાન મથકને જાણો” અભિયાન યોજાશે

Whatsapp share
facebook twitter