+

તમારો મોબાઈલ ડેટા ખતમ થઈ જાય ત્યારે આ રીતે ફ્રી ઈન્ટરનેટનો ઉપયોગ કરો

ક્યારેક તમે ઘરની બહાર હોવ અને તમારો ડેટા પેક ખતમ થઈ જાય, તો તમારે કોઈની પાસેથી હોટસ્પોટ માંગવુ પડે અથવા તો ક્યારેક ટોપઅપ કરવું પડે છે. ત્યારે અમે તમને અમુક એવી  ટિપ્સ  જણાવી  રહ્યા  છીએ  જેની મદદ થી તમે હવે તમે કોઈપણ મુશ્કેલી વિના ફ્રી ઈન્ટરનેટનો આનંદ માણી શકો છો.ફેસબુક પરથી ફ્રી ઈન્ટરનેટનો ઉપયોગ કરોફેસબુક પાસે Wi-Fi ફાઉન્ડર નેટવર્ક છે, જેનો ઉપયોગ કરીને તમે મફત ઇન્ટરનેટનો ઉપયોગ કરી શà
ક્યારેક તમે ઘરની બહાર હોવ અને તમારો ડેટા પેક ખતમ થઈ જાય, તો તમારે કોઈની પાસેથી હોટસ્પોટ માંગવુ પડે અથવા તો ક્યારેક ટોપઅપ કરવું પડે છે. ત્યારે અમે તમને અમુક એવી  ટિપ્સ  જણાવી  રહ્યા  છીએ  જેની મદદ થી તમે હવે તમે કોઈપણ મુશ્કેલી વિના ફ્રી ઈન્ટરનેટનો આનંદ માણી શકો છો.
ફેસબુક પરથી ફ્રી ઈન્ટરનેટનો ઉપયોગ કરો
ફેસબુક પાસે Wi-Fi ફાઉન્ડર નેટવર્ક છે, જેનો ઉપયોગ કરીને તમે મફત ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં, ફેસબુક અનુસાર સ્થાનિક વ્યવસાયો પાસે Wi-Fi હોટસ્પોટ હોય છે, જે મોટાભાગે મફત હોય  છે. આ Wi-Fi હોટસ્પોટ્સ પર વિશ્વાસ કરી શકાય છે,  તમે વિચારતા જ હશો કે આ ફેસબુકના આ ફીચરથી તમે કેવી રીતે અજાણ છો, હકીકતમાં આ ફીચર ફેસબુકમાં છુપાયેલું રહે છે, જેને ફેસબુકનું સિક્રેટ ટૂલ પણ કહેવામાં આવે છે. એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ આ ટૂલનો ઉપયોગ કરી શકે છે.
આ રીતે શોધો
હવે વાત આવે છે કે ફેસબુકમાં Wi-Fi હોટસ્પોટ્સ કેવી રીતે શોધવું. આ માટે સૌથી પહેલા તમારે ફેસબુક એપમાં લોગીન કરવું પડશે અને બાજુમાં આવતી ત્રણ લાઇન પર ક્લિક કરવું પડશે. તમારે Settings & Privacy વિકલ્પ પર જવું પડશે, જ્યાં તમને Find Wi-Fi નો વિકલ્પ મળશે.
તેના પર ક્લિક કરવાથી, તે તમને નજીકના ઉપલબ્ધ જાહેર Wi-Fi હોટસ્પોટ્સ તેમજ નકશા અને સ્થાન વિશે માહિતી આપશે. આ સાથે, જો તમે Wi-Fi હોટસ્પોટની વિગતો જાણવા માગો છો, તો તેના માટે તમે See More પર ક્લિક કરો જે તમને નામ, સ્પીડ અને કવરેજ વગેરે વિશે માહિતી આપશે. ધ્યાનમાં રાખો કે તમામ WiFi મફત નથી, કેટલાક પેડ્સ છે જેના માટે તમારે ઇન્ટરનેટ ચાર્જ ચૂકવવો પડશે.
Whatsapp share
facebook twitter