+

USA: ન્યુ જર્સીમાં હેલિકોપ્ટર ક્રેસ થયું, પાયલોટ સહિત બેનાં મોત, જાણો વિગત

અમેરિકાના ન્યુ જર્સીથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર પાયલોટ અને ફોટોગ્રાફરનું મોત નીપજ્યું છે. અમેરિકી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. અમેરિકી મીડિયા મુજબ,…

અમેરિકાના ન્યુ જર્સીથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર પાયલોટ અને ફોટોગ્રાફરનું મોત નીપજ્યું છે. અમેરિકી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. અમેરિકી મીડિયા મુજબ, આ દુર્ઘટના મંગળવારે મોડી રાતે થઈ હતી.

મીડિયા અહેવાલ અનુસાર, WPVI-TVએ મંગળવારે રાત્રે અહેવાલ આપ્યો હતો કે અમારી ન્યૂઝ ટીમના એક પાયલોટ અને એક ફોટોગ્રાફર હેલિકોપ્ટરમાં સવાર હતા. તેમણે જણાવ્યું કે, અસાઇનમેન્ટમાંથી પરત ફરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં બંનેના મોત થયાં. માહિતી અનુસાર, આ દુર્ઘટના બર્લિંગટન કાઉન્ટીના વોશિંગ્ટન ટાઉનશિપના જંગલમાં થઈ હતી. દુર્ઘટના રાતના લગભગ 8 વાગ્યા નજીક થઈ હોવાની માહિતી છે.

દુર્ઘટના પાછળનું કારણ અકબંધ

ટીવી આઉટલેટે કહ્યું કે, દુર્ઘટના પાછળનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, ન્યુ જર્સીએ રાજ્ય પોલીસ દ્વારા મોડી રાત પછી જંગલમાં દુર્ઘટના સ્થળ પર તપાસ કરી. પરંતુ અંધારું હોવાના કારણે પ્રારંભિક તપાસ બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો – North Korea: ઉત્તર કોરિયાએ ઘન ઈંધણ પર મહારથ હાંસિલ કરી, બનાવી વિનાશકારી મિસાઈલ

Whatsapp share
facebook twitter