+

US State Department About CAA: CAA ના અમલ પર અમેરિકાએ ભારત વિરોધ આપ્યું નિવેદન

US State Department About CAA: ભારતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા 11 માર્ચ 2024 ના રોજ નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) ને અમલમાં મૂકવામાં આવ્યો હતો.…

US State Department About CAA: ભારતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા 11 માર્ચ 2024 ના રોજ નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) ને અમલમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) પર અમેરિકાના વિદેશ મંત્રાલય (US State Department) ના પ્રવક્તા ભારત વિરોધ પ્રતિક્રિયા આપી છે.

  • America દ્વારા CAA પર કટાક્ષ કરવામાં આવ્યો
  • CAAની ટીકાનો ભારતે જવાબ આપ્યો
  • America  એ CAA અંગે ચિંતા વ્યક્ત કરી હતી

ભારત દ્વારા અમલમાં મૂકવામાં આવેલા CAA કાનૂન સામે America ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા રોકડો જવાબ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા કહેવામાં આવ્યું છે કે, CAA રાજ્યવિહીનતાના મુદ્દાને સંબોધિત કરે છે. તે ઉપરાંત માનવીય ગૌરવ અને માનવ અધિકારોનું સમર્થન કરે છે.

CAA ની ટીકાનો ભારતે જવાબ આપ્યો

ભારતે US State Department ને જવાબ આપતા કહ્યું કે, “CAA એ તેની સમાવિષ્ટ પરંપરાઓ અને માનવાધિકારો પ્રત્યેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને ભારતનો એક આંતરિક મામલો છે. નાગરિકતા અધિનિયમનો હેતુ નાગરિકતા આપવાનો છે, નહીં કે કોઈ પણ વ્યક્તિ પાસે ભારતની નગરિકતા છીનવી લેવી. કારણ કે… CAA એ સ્વતંત્રતાની બાંહેધરી આપે છે.

પ્રશંસનીય પહેલને રાજકારણ સાથે જોડવી યોગ્ય નથી

તે ઉુપરાંત વિદેશ મંત્રાલયે કહ્યું કે, તકલીફમાં રહેલા લોકોને મદદ કરવા માટે લેવામાં આવેલી પ્રશંસનીય પહેલને વોટ બેંકની રાજનીતિ સાથે જોડવી યોગ્ય નથી. સાથે તે પણ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિને ભારતના ઈતિહાસ અને ભારતની બહુમતીવાદી પરંપરાઓ વિશે યોગ્ય સમજ ના હોય, તેમણે આ મામલે નિવેદનો આપવા ન જોઈએ.

અમેરિકાએ CAA અંગે ચિંતા વ્યક્ત કરી હતી

અગાઉ US State Department ના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે 11 માર્ચ 2024 થી ભારતમાં CAA અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે ભારત આ કાનૂને કેવી રીતે અમલમાં કાર્યરત કરશે. તેની પણ તેમની ખાસ નજર રહેલી છે. કારણ કે… કોઈ પણ કાયદો તમામ સમુદાયો માટે કાયદા હેઠળ સમાન વ્યવહારએ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે.

આ પણ વાંચો: Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત…

આ પણ વાંચો: Electoral Bonds : SC એ SBI ને પૂછ્યું – EC ને આપવામાં આવેલા ડેટામાં કોઈ બોન્ડ નંબર કેમ નથી?

આ પણ વાંચો: West Bengal : મમતાની ઈજા પર ભાભી કજરી બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘તેને ઘરમાં કોણ ધક્કો મારશે?’

Whatsapp share
facebook twitter