Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

US FBI : અમેરિકાને આતંકિત કરવાનું કાવતરું નિષ્ફળ, પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ…

09:47 AM Aug 07, 2024 |
  1. US માંથી 46 વર્ષીય પાકિસ્તાની નાગરિકની ધરપકડ
  2. આતંકી હુમલો કરવાનું હતું ષડયંત્ર
  3. FBI ના જનરલે કરી પ્રેસ કોન્ફરેન્સ

ઈરાન સાથે ગાઢ સંબંધો ધરાવતા 46 વર્ષીય પાકિસ્તાની નાગરિક પર મંગળવારે અમેરિકાની ધરતી પર રાજકારણી અથવા અમેરિકી સરકારી અધિકારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આસિફ રઝા મર્ચન્ટ પર બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે અમેરિકન ધરતી પર કોઈપણ રાજકારણી અથવા અમેરિકન સરકારી અધિકારીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આસિફ પર પૈસા લઈને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કાયદા અમલીકરણ એજન્સીઓએ કોઈપણ હુમલો થાય તે પહેલા જ આરોપીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.

ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું…

FBI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આસિફ અમેરિકામાં કોઈ મોટું કાવતરું ઘડે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો હતો. ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના એટર્ની, બ્રેઓના પીસે જણાવ્યું હતું કે મર્ચન્ટે અન્ય દેશના લોકો વતી કામ કરતી વખતે અમેરિકન ભૂમિ પર સરકારી અધિકારીઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ABI ના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિકના ઈરાન સાથે ગાઢ સંબંધો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, મર્ચન્ટે અમેરિકન ધરતી પર રાજકારણી અને અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો : Mohammad Yunus બન્યા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા

અમેરિકા છોડવાની તૈયારી કરી રહ્યો હતો…

અધિકારીઓએ જણાવ્યું હતું કે મર્ચન્ટ 12 જુલાઈના રોજ પકડાયો હતો જ્યારે તે US છોડવાની તૈયારી કરી રહ્યો હતો. આના થોડા સમય પહેલા, તે કથિત હત્યારાઓને મળ્યો હતો, જેઓ વાસ્તવમાં અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અંડરકવર એજન્ટ હતા. ફરિયાદીઓનું કહેવું છે કે મર્ચન્ટ હત્યા કરવા માટે શૂટરને શોધી રહ્યો હતો. આ સાથે એક મહિલાની જરૂર હતી જે રેકી કરી શકે અને 25 જેટલા લોકોની હત્યા બાદ ધ્યાન હટાવવા વિરોધ કરી શકે. આસિફ રઝા હાલમાં ન્યૂયોર્ક ફેડરલ કોર્ટની કસ્ટડીમાં છે. ઈરાનમાં સમય વિતાવ્યા બાદ એપ્રિલ 2024 માં વેપારી પાકિસ્તાનથી અમેરિકા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Violence : ટોળાએ બાંગ્લાદેશી અભિનેતા અને તેના પિતાની કરી હત્યા

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો…

FBI એ આ સમગ્ર મામલાનો ખુલાસો એવા સમયે કર્યો છે જ્યારે હાલમાં જ પેન્સિલવેનિયામાં એક યુવકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક રેલીમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ બચી ગયા હતા. ગોળી પૂર્વ રાષ્ટ્રપતિના કાનને અડીને નીકળી ગઈ હતી. હુમલાખોરને સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તરત જ મારી નાખ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર તપાસકર્તાઓને એવા પુરાવા મળ્યા નથી કે પેન્સિલવેનિયામાં થયેલા ગોળીબારમાં મર્ચન્ટનો કોઈ સંબંધ હતો.

આ પણ વાંચો : Bangladesh : આશ્ચર્ય! ઢાકાથી ભારત આવેલા પ્રવાસીઓ કેમ આવું બોલ્યા? જાણો શું છે બાંગ્લાદેશની હકીકત Video