+

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ઈશિતા કિશોરએ કર્યુ ટૉપ, છોકરીઓએ મારી બાજી

આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ…

આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતીઓ આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે.

બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ મેળવ્યુ છે, સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે આવી છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના પછીના લગભગ 15 દિવસ બાદ જાહેર કરવામાં આવશે.

 

1011 જગ્યા માટે ભરતી
UPSCએ 03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે, 2023ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીઝ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીઝ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ 2,529 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી કરી છે.

પસંદ કરેલ ટોપ 10 ઉમેદવારોની યાદી 

1. ઈશિતા કિશોર
2. ગરિમા લોહિયા
3. ઉમા હરતિ એન
4. સ્મૃતિ મિશ્રા
5. મયુર હજારિકા
6. રત્ન નવ્યા જેમ્સ
7. વસીમ અહેમદ
8. અનિરુદ્ધ યાદવ
9. કનિકા ગોયલ
10. રાહુલ શ્રીવાસ્તવ

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતીઓ આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે
ગુજરાત સ્પીપાના 16 સ્ટુડન્ટ્સે મેદાન માર્યું
1. અતુલ ત્યાગી
2. દુષ્યંત ભેડા
3. વિષ્ણુ શશીકુમાર
4. ચંદ્રેશ સખાલા
5. જોગાણી ઉત્સવ સતીષભાઈ
6. માણસી મીણા
7. કાર્તિકેય કુમાર
8. મૌસમ મહેતા
9. મયૂર પરમાર
10. આદિત્ય અમરાણી
11. કેયૂર પારગી
12. નયન સોલંકી
13. મંગેરા કૌશિક ભાનુભાઈ
14. ભાવનાબેન વાઢેર
15. ચિંતન દૂધેલા
16. પ્રણવ ગૈરોલા

આ રીતે રિઝલ્ટ ચેક કરો
સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
હોમપેજ પર, UPSC CSE મુખ્ય પરિણામ 2022 (ફાઇનલ) લખેલી લિંક પર ક્લિક કરો.
હવે સ્ક્રીન પર એક PDF ફાઈલ ખૂલશે.
પીડીએફ ફાઇલમાં યુપીએસસી સિવિલ સર્વિસીઝનું મુખ્ય ફાઈનલ રિઝલ્ટ 2022 હશે.
મેરિટ લિસ્ટ તપાસો અને એને ડાઉનલોડ કરો.
Whatsapp share
facebook twitter