+

UPSC 2023 Passing List: UPSC નું પરિણામ જાહેર, ટોપ 5 માં આ બે વિદ્યાર્થિનીઓએ મારી બાજી

UPSC 2023 Passing List: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 ની પરીક્ષાના પરિણામોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. UPSC CSE નું પરિણામ આજરોજ…

UPSC 2023 Passing List: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 ની પરીક્ષાના પરિણામોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. UPSC CSE નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે.

  • UPSC 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર

  • ટોપ પર પુરૂષોઓએ આ વખતે સ્થાન મેળવ્યું

  • ગયા વર્ષે 28 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી

ત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 માં લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. જ્યારે બીજા ક્રમાંકે અનિમેષ પ્રધાન આવ્યો છે. તો ત્રીજા ક્રમાંક પર અનન્યા રેડ્ડી અને ચોથા ક્રમાંક પર પીકે સિદ્ધાર્થ રામકુમાર આવ્યો છે. તો પાંચમા સ્થાને રૂહાની આવી છે. જોકે કુલ 1016 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ થયા છે.

ગયા વર્ષે 28 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 માં જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. તેથી કુલ 1016 પરીક્ષામાં પાસ થયા છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. જોકે UPSC CSE મેન્સનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થયું હતું.

કેન્દ્રીય સ્તરે કુલ 1105 જગ્યાઓ ખાલી

SERVICES GEN EWS OBC SC ST Total
I.A.S. 73 17 49 27 14 180
I.F.S. 16 4 10 5 2 37
I.P.S. 80 20 55 32 13 200
Central Services Group A 258 64 160 86 45 613
Group B Services 47 10 29 15 12 113
Total 474 115 303 165 86 1143

ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) સહિત વિવિધ કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં કુલ 1,105 ખાલી જગ્યાઓ હતી. તેના માટે UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2023 લેવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં, મહિલાઓએ UPSC પરીક્ષાઓમાં ટોચનું સ્થાન મેળવવામાં સિદ્ધિઓ હાંસલ કરી હતી, પરંતુ આ વખતે છોકરાઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 માં પાસ થયેલા કુલ 1016 વિદ્યાર્થીઓની યાદી

UPSC પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓની યાદી

આ પણ વાંચો: બાબા રામદેવને SC એ આપ્યો ઝટકો, જનતાની માંગવી પડશે માફી

આ પણ વાંચો: 16th April 1853-આજે દેશની પ્રથમ passenger train ના શ્રી ગણેશ થયા

આ પણ વાંચો: PM મોદી સહિત 22 પૂર્વ મુખ્યમંત્રી લડશે લોકસભાની ચૂંટણી, જુઓ યાદી

Whatsapp share
facebook twitter