- UP ની રાજધાની લખનૌમાં શનિવારે એક મોટી દુર્ઘટના
- ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી
- અકસ્માતમાં 8 લોકોના મોત અને 28 લોકો ઘાયલ
UP ની રાજધાની લખનૌ (Lucknow)માં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં અનેક લોકોને અસર થઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે અને 28 લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ હરમિલપ બિલ્ડીંગમાં ત્રણ માળ હતા. નીચે મોબાઈલ અને સ્પેરપાર્ટ્સનું કામ હતું. વચ્ચેના માળે દવાઓ માટેનું વેરહાઉસ હતું અને ત્રીજા માળે Gift ની વસ્તુઓ માટેનું વેરહાઉસ હતું. વહીવટીતંત્રનું કહેવું છે કે તમામને નીચેના માળેથી બહાર કાઢવામાં આવ્યા છે. બે માળના કાટમાળ નીચે કેટલા લોકો ફસાયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ડ્રોન લાવવામાં આવ્યા છે. કાટમાળમાંથી અવાજો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
#UPDATE | Death toll in Lucknow Building collapse incident rises to 8
28 people were injured in the incident; a rescue operation is underway pic.twitter.com/ZoexUAIrV9
— ANI (@ANI) September 8, 2024
આ પણ વાંચો : Kolkata Murder Case પર બનશે ફિલ્મ, મેકર બતાવશે પૂરી ઘટના
NDRF અને SDRF એ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
વહીવટીતંત્રે કહ્યું છે કે લખનૌ (Lucknow)ના ટ્રાન્સપોર્ટ નગરમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે ઘણા લોકો દટાયા છે. NDRF અને SDRF એ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈમારતનું નામ હરમિલપ બિલ્ડીંગ છે જે ત્રણ માળની છે. બિલ્ડીંગમાં દવાઓનો વેપાર થતો હતો. આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જરૂર પડ્યે વધારાની એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે. ઘાયલોને લોક બંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
CM Office UP tweets, “UP CM Yogi Adityanath took cognizance of the accident caused by the collapse of a building in Transport Nagar, Lucknow. The Chief Minister has instructed the district administration officials, SDRF and NDRF teams to reach the spot and expedite the relief… pic.twitter.com/5dK9wMkWjq
— IANS (@ians_india) September 7, 2024
આ પણ વાંચો : Drunk Auto Driver એ ટ્રાફિક મેન સાથે મારપીટ કરી માર્યા થપ્પડ, જુઓ…
CM એ નોંધ લીધી હતી…
CM યોગી આદિત્યનાથે આ મામલાની નોંધ લીધી હતી. તેમજ SDRF અને NDRF ની ટીમોને ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. CM એ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી જલ્દી શરૂ કરવા જણાવ્યું છે. લખનૌ (Lucknow)ના સાંસદ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે અને પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : UPSC પછી કેન્દ્ર સરકારે Pooja Khedkar ને આપ્યો મોટો ઝટકો