+

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં કમોસમી વરસાદે મગફળી તેમજ બાજરીનો પાક બગાડ્યો

બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સહાયની…

બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.

હવામાન વિભાગના આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ગતરાત્રિએ ભારે પવન તેમજ કમોસમી વરસાદ થવાના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. મહત્વની વાત એ છે કે, સતત એક મહિનામાં ત્રીજીવાર કમોસમી વરસાદ થવાના કારણે પાલનપુર નજીક આવેલા ગણેશપુરા વિસ્તારના ખેડૂતના ખેતરોમાં ઉભેલા બાજરી તેમજ મગફળીના પાકનું વાવેતર કરેલું હતું. જે પાક તૈયાર થઈ ગયો હતો તે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતના મોંમાં આવવાનો કોળિયો છીનવાતા જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. જોકે, અત્યારે તો ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સામે આવી છે. હાલ તો જે ખેડૂતોના ખેતરમાં પાકનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સહાય કરવામાં આવે તેવી માંગ થઇ રહી છે. આ અંગે લક્ષીચંદ પટેલે જણાવ્યું હતું કે, અચાનક આવેલા ભારે વરસાદ અને ભારે પવનના કારણે અમારા ખેતરમાં બાજરી અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે તો સરકાર તાત્કાલિક સર્વે કરી અમને સહાય આપવામાં આવે તો જ અમેં ખેતી કરી શકીએ છીએ.

જિલ્લામાં સતત કમોસમી વરસાદ થવાના કારણે અગાઉ ઘઉંના પાકમાં નુકસાન થયું તો રાત્રિ દરમિયાન આવેલા ભારે પવન તેમજ વરસાદના કારણે બાજરી અને મગફળીના પાકમાં ભારે નુકસાન થતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે તેવું દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો – ભારતીય કોસ્ટ ગાર્ડે ગાંધીનગરમાં સાયરલ રેલીનું આયોજન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – સચિન સેખલીયા

Whatsapp share
facebook twitter