+

UNESCO News: UNESCO માં કાર્યરત ભારતના પ્રતિનિધિએ ભારતને ખુશખબર

UNESCO News: આ વર્ષે India જુલાઈમાં ઈતિહાસમાં પ્રથમ વખત UNESCO ની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને મહેમાનગતિ કરશે. આ માહિતી UNESCO માં ભારતના પ્રતિનિધિ વિશાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર…

UNESCO News: આ વર્ષે India જુલાઈમાં ઈતિહાસમાં પ્રથમ વખત UNESCO ની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને મહેમાનગતિ કરશે. આ માહિતી UNESCO માં ભારતના પ્રતિનિધિ વિશાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આપી હતી.

UNESCO (United Nation Education Scientific and Culture Organization) એ United Nation ની અંદર એક વિશિષ્ટ એજન્સી છે. જે વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે.

UNESCO માં કાર્યરત ભારતના પ્રતિનિધિ

વિશાલ વી શર્માએ પોસ્ટમાં કહ્યું લખ્યું હતું કે, “ભારત કોન્ફરન્સના ઈતિહાસમાં પ્રથમ વખત UNESCO World Heritage કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટ કરશે. UNESCO World Heritage 46 માં સત્રની તારીખો અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સત્ર નવી દિલ્હીમાં 21 થી 31 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે.

UNESCO News

UNESCO News

આ ઇવેન્ટ નવી દિલ્હીને સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ પર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં મૂકશે. જે વિશ્વના મંચ પર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની એક મહત્વપૂર્ણ તક આપે છે. UNESCO ના સત્તાવાર નિવેદન અનુસાર, “19 માં અસાધારણ સત્ર (UNESCO, 2023) માં વિશ્વ ધરોહર સમિતિએ નક્કી કર્યું કે તેનું 46 મું સત્ર ભારતમાં યોજાશે.”

આ ઘટના ક્યારે અને શા માટે થાય છે?

UNESCO World Heritage કમિટીનું એક મહત્વપૂર્ણ સત્ર દર વર્ષે યોજાય છે. જેમાં અલગ-અલગ 21 સભ્ય દેશના પ્રતિનિધિઓ ભાગ લે છે. તેનું પ્રાથમિક કાર્ય સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ખજાનાના સંરક્ષણમાં આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને પ્રકાશિત કરીને UNESCO World Heritage માં નોંધપાત્ર યોગદાન આપવાનું છે.

આ પણ વાંચો: France News : France માં પ્રથમ Gay પ્રધાનમંત્રી તરીકે ગેબ્રિયલ અટલ

Whatsapp share
facebook twitter