+

Uzbekistan’s: UNESCO એ ઉઝબેકિસ્તાનના શાહરીસાબઝ શહેરને અનોખું બિરુદ આપ્યું

મધ્ય એશિયામાં સ્થિત ઉઝબેકિસ્તાન ઘણી રીતે ખાસ છે. ShaShahrisabz is counted among the most legendary cities in the worldhrisabz તેની સૌથી સુંદર જગ્યા છે. અહીંનું આર્કિટેક્ચર માળખું વિશ્વ માટે ઉદાહરણરૂપ…

મધ્ય એશિયામાં સ્થિત ઉઝબેકિસ્તાન ઘણી રીતે ખાસ છે. ShaShahrisabz is counted among the most legendary cities in the worldhrisabz તેની સૌથી સુંદર જગ્યા છે. અહીંનું આર્કિટેક્ચર માળખું વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. Shahrisabz ની ગણતરી વિશ્વના સૌથી જૂના શહેરોમાં થાય છે.

આ દેશના લોકો તામામ સહેલાણીઓને ખુલ્લા હાથે આવકારે છે. તેઓ ઈચ્છે છે કે દુનિયાભરના લોકો અહીં આવે અને તેમની સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યનો આનંદ માણે.

એશિયાના દૂરના ખૂણામાં આવેલું આ શહેર વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે, જે અહીંના મુલાકાતીઓને તેની વાસ્તુકલાથી આકર્ષે છે. આ એક ઐતિહાસિક શહેર છે. જેની સ્થાપના અમીર તૈમુરે કરી હતી.

અહીંની ભવ્ય ઈમારતો અને સંરચનાઓને કારણે યુનેસ્કોએ શખ્રીસાબઝને ઐતિહાસિક કેન્દ્ર તરીકે બિરુદ આપ્યું છે. આ સ્થળ ઉઝબેકિસ્તાનનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે. સમરકંદથી લગભગ 88 કિલોમીટર દક્ષિણમાં આવેલું આ શહેર ઉઝબેકિસ્તાનના કશ્કદરિયા પ્રદેશમાં આવેલું છે.

ઉઝબેકિસ્તાનના સ્થાપક અમીર તૈમૂર હતા. જેને ટેમુર અથવા ટેમરલેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તૈમુરનો જન્મ 1336માં શખરીસાબઝ શહેરની બહાર થયો હતો. એવું માનવામાં આવે છે કે 1370 અને 1405 ની વચ્ચે તૈમુરના શાસન દરમિયાન અહીંની ઇમારતોની કોતરણી અને બાંધકામ શૈલીનો વિકાસ થયો હતો.

સમરકંદથી શખ્રીસાબઝ જવા માટે તમારે ‘તખ્તા કરાચા’ નામનો પાસ પાર કરવો પડશે. જેને કિતોબ અથવા અમન-કુતન પણ કહેવામાં આવે છે. આ ભવ્ય રોડ તેની પ્રાકૃતિક સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જ્યાં મુસાફરી ફક્ત કાર દ્વારા જ શક્ય છે.

 

 

Whatsapp share
facebook twitter