+

Farmer : 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ ઝડપાયું

Farmer: સો ખેડ ને એક તક. ખેડૂત સો ખેડ કરે તો એક તક જ વાવણીની મળે એવી કહેવત છે. વાવણી અને ઘી તાવણી એ બેય સરખા. તેથી બિયારણ નબળું ભટકાઈ…

Farmer: સો ખેડ ને એક તક. ખેડૂત સો ખેડ કરે તો એક તક જ વાવણીની મળે એવી કહેવત છે. વાવણી અને ઘી તાવણી એ બેય સરખા. તેથી બિયારણ નબળું ભટકાઈ જાય તો ખેડૂત ( Farmer) નું તો વર્ષ બગડે છે. રાજ્યમાં સતત નકલી બિયારણ પકડાઇ રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટે પણ નકલી બિયારણ સામે ઝુંબેશ શરુ કરી છે. નકલી બિયારણને કેવી રીતે ઓળખવું અને બિયારણની ખરીદીમાં શું ધ્યાન રાખવું તેની માહિતી અત્રે આપવામાં આવી છે.

બિયારણ ખરીદીમાં શું ધ્યાન રાખવું?

 • અધિકૃત વેપારી પાસેથી બીજની ખરીદી કરવી
 • વેપારીનો લાયસન્સ નંબર અને પુરું નામ જોવું
 • દુકાનદારનું પ્રિન્સિપલ સર્ટિફિકેટ જોવું જોઈએ
 • પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં હોય છે લાયસન્સ નંબર
 • વ્યક્તિગત પેઢી અને ફેરિયાઓ પાસે ન ખરીદવું
 • બિયારણનો વર્ગ અને લોટ નંબર ધ્યાને રાખવો
 • બિયારણની થેલી પર વિગતો ચકાસણી કરવી
 • મુદ્દત પુરી થવાની વિગત પણ પેકેટ પર ચકાસવી
 • ગ્રાહક સુરક્ષા, કસ્ટમર કેર નંબર હોવો જોઈએ
 • સારી જાતનું અને પ્રમાણિત બિયારણ ખરીદવું
 • શક્ય હોય તો ટ્રૂથફુલના બદલે સર્ટિફાઈડ ખરીદવું
 • વિક્રેતા પાસેથી પાકું બિલ અવશ્ય લેવું જોઈએ
 • વાવણી બાદ બિયારણનું પેકેટ સાચવી રાખવું

ગુજરાતમાં નકલી બિયારણમાં શું કાર્યવાહી?

 • 2015થી 2022 સુધીમાં 9 કંપની સામે ફરિયાદ
 • ફરિયાદ નોંધીને કુલ 38 લોકોની ધરપકડ કરી હતી
 • મોટાભાગે કપાસ, મગફળીનું નકલી બિયારણ મળ્યું
 • 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ જપ્ત કર્યુ

નકલી બિયારણ વેચનારને શું સજા થાય?

પેકેટ ઉપર ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે છે. પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો લાગે છે. ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે. બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે.

ખેડૂતોએ વાવણી સમયે આ ધ્યાન રાખવું

– વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ – સંકર જાતોનું જ બીજ ખરીદવું.

– સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશાં ગુજરાત રાજ્ય બીજ નિગમ અને ગુજરાત રાજ્ય બીજ નિગમનાં માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.

– બિયારણના પૅકિંગ ઉપર બીજી પ્રમાણન એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી.

– શક્ય હોય ત્યાં સુધી ‘ટ્રુથફુલ’ બિયારણને બદલે સર્ટિફાઇડ’ બિયારણ જ ખરીદવું.

– બિયારણ ખરીદતી વખતે પેકિંગ ઉપર બીજની સ્ફુરણની ટકાવારી દર્શાવેલી હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય તેની જોઈ ચકાસીને બિયારણી ખરીદી કરવી જોઈએ.

– સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતા વાવેલા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો ખેડૂતો માટે હિતાવહ નથી તેમ પણ જણાવવામાં આવે છે.

– ખેડૂતોને કોઈપણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

– બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું.

– બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.

– ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.

– આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ઍગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી.

– વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.

આ  પણ વાંચો—- Duplicate Seeds : ઉપલેટામાંથી ઝડપાયું નકલી બિયારણ..!

આ પણ વાંચો— Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત

Whatsapp share
facebook twitter