+

Gujarat: ઊંઝાના વેપારીને આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડ્યો મોંઘો, રૂ.1.40 કરોડની થઈ ઠગાઇ

Gujarat: ગુજરાતીઓ અત્યારે વિશ્વભરના લોકો સાથે વેપાર કરી રહ્યા છે. આમ, તો ગુજરાતીઓ કોઈ દિવસ ખોટનો ધંધો કરતા જ નથી પરંતુ ઊંઝાના એક વેપારીને આંતરરાષ્ટ્રીય વેપાર કરવો મોંઘો પડ્યો છે.…

Gujarat: ગુજરાતીઓ અત્યારે વિશ્વભરના લોકો સાથે વેપાર કરી રહ્યા છે. આમ, તો ગુજરાતીઓ કોઈ દિવસ ખોટનો ધંધો કરતા જ નથી પરંતુ ઊંઝાના એક વેપારીને આંતરરાષ્ટ્રીય વેપાર કરવો મોંઘો પડ્યો છે. મળતી જાણકારી પ્રમાણે વેપારી સાથે રૂ.1.40 કરોડની ઠગાઇ કરતા ગુનો ઊંઝા પોલીસ મથકે નોંધાયો છે. ગંજબજારથી જીરાનો 56 મેટ્રિક ટન જથ્થાનો નિકાસ કરાયો હતો. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે દુબઇના યુએઇમાં મુન્દ્રા પોર્ટ મારફતે જીરાનો જથ્થો મોકલાયો હતો.

જીરાનો 56 મેટ્રિક ટન જથ્થાનો નિકાસ કરાયો હતો

જાણકારી એવી સામે આવી રહીં છે કે, બિલ ઓફ લેડિંગના ખોટા દસ્તાવેજ બનાવી જીરું દુબઇમાં છોડાવ્યું હતું. નોંધનીય છે કે, વેપારીને 56 મેટ્રિક ટન જીરાનો ઓર્ડર આપી ચૂકવ્યા નહીં નાણાં. જેથી ‘તાજ અલ ઈમાન’ કંપનીના માલિક સહિત છ સામે ગુનો નોંધાયો છે. આ સાથે સમગ્ર ઘટનાને લઇ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે અત્યારે આ મામલે આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઊંઝાના એક વેપારી સાથે થઈ છેતરપિંડી

તમને જણાવી દઈએ કે, ગુજરાતીઓ વિશ્વના મોટા ભાગના દેશોમાં વેપાર કરી રહ્યા છે, અને ગુજરાતી છેતરાયો હોય તેવા ઘણા ઓછા બનાવો સામે આવ્યા છે. પરંતુ ગુજરાતના ઊંઝાના એક વેપારી સાથે છેતરપિંડી થયાની વિગતો સામે આવી છે. ઊંઝાના આ વેપારી સાથે 1.40 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ થઈ છે. આ છેતરપિંડી આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ હોવાનું સામે આવ્યું છે. જાણકારી પ્રમાણે ‘તાજ અલ ઈમાન’ કંપનીના માલિક સહિત છ સામે ગુનો નોંધાયો છે. આ સાથે સમગ્ર ઘટનાને લઇ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે અત્યારે આ મામલે આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વેપારીના જણાવ્યા પ્રમાણે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે, જો કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી કાર્યાવાહી થશે તે જેવું રહ્યું.

આ પણ વાંચો: Gujarat: સાધુઓની લંપટ લીલાઓ પર ચુપ્પી અને બ્રેઈનવોશની વાત ખટકી, સ્વામિનારાયણ સંપ્રદાયે આપ્યો જવાબ

આ પણ વાંચો: Gujarat: રાજ્યની 4 સરકારી સહિત 6 ખાનગી યુનિવર્સિટીઓને UGC એ ડિફોલ્ટર જાહેર કરી

આ પણ વાંચો: Gujarat: 24 કલાકમાં 30 તાલુકામાં મેઘ મહેર, ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ

Whatsapp share
facebook twitter