+

યુક્રેનનો રશિયાના 13500 સૈનિકો માર્યાનો દાવો, ત્રણ દેશના વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લેશે

રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધનો આજે વીસમો દિવસ છે. આ દરમિાન બંને દેશના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક પણ થઇ ચુકી છે. જો કે હજુ સુધી કોઇ સામાધાન આવ્યું નથી. બંનેમાંથી કોઇ પણ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલાઓ શરુ છે. ત્યારે એવી રપણ શક્યતા છે કે આવતી કાલે એટલે કે 16 માર્ચે આંતરરાષ્ટ્રીય કોર્ટ રશિયા યુક્રેન મુદ્દે નિર્ણય આપી શકે છે.ખરસન શહેર પર રશિયાનો ક
રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધનો આજે વીસમો દિવસ છે. આ દરમિાન બંને દેશના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક પણ થઇ ચુકી છે. જો કે હજુ સુધી કોઇ સામાધાન આવ્યું નથી. બંનેમાંથી કોઇ પણ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલાઓ શરુ છે. ત્યારે એવી રપણ શક્યતા છે કે આવતી કાલે એટલે કે 16 માર્ચે આંતરરાષ્ટ્રીય કોર્ટ રશિયા યુક્રેન મુદ્દે નિર્ણય આપી શકે છે.
ખરસન શહેર પર રશિયાનો કબ્જો
યુદ્ધના વીસમા દિવસે પણ રશિયાએ યુક્રેન પર હુમલાઓ શરુ કર્યા છે. રશિયા દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેમણે યુક્રેનના બીજા નંબરના સૌથી મોટી શહેર ખરસન પર કબ્જો મળવ્યો છે. આ સિવાય યુક્રેનના ઘણા ભાગોમાં રશિયન દળો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, લુહાન્સ્ક ઓબ્લાસ્ટના ગવર્નરે કહ્યું છે કે રશિયન સેનાના હુમલામાં ત્રણ શાળાઓ અને એક હોસ્પિટલ સંપૂર્ણપણે નાશ પામી છે. રશિયા દ્વારા કિવ પર જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. અહીં વહેલી સવારે અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. આ દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કિવના એક એપાર્ટમેન્ટમાં રશિયન ગોળીબાર બાદ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી.

રશિયાના 13,500 સૈનિકો માર્યાનો યુક્રેનનો દાવો
બીજી તરફ યુક્રેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં રશિયાના 13,500 સૈનિકોને મોતના ઘાટ ઉતાર્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયે આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી છે. જેમાં યુક્રેને જણાવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં રશિયાના 81 એરક્રાફ્ટ, 95 હેલિકોપ્ટર, 404 ટેન્ક, 1279 લશ્કરી વાહનો સહિત અનેક વસ્તુઓ નષ્ટ કરી છે.
ત્રણ દેશના વડાપ્રધાન કિવની મુલાકાત લેશે
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચેક રિપબ્લિક, પોલેન્ડ અને સ્લોવેનિયાના વડા પ્રધાનો કિવની મુલાકાત લેશે. ત્રણેય દેશોના વડાપ્રધાનો યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ તરીકે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે.
Whatsapp share
facebook twitter