+

ઉદય ચોપડાએ નવ વર્ષમાં કરી નથી એક પણ ફિલ્મ, આજે પણ જીવે છે વૈભવી જીવન, મિલકત જાણીને ચોંકી જશો

શાહરૂખ ખાન સાથેની 'મોહબ્બતેં' અને અભિષેક બચ્ચન સાથેની 'ધૂમ' ફ્રેન્ચાઈઝીમાં કામ કરીને લાઇમલાઇટમાં આવેલા ઉદય ચોપરા ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. એક સમયે સુપરહિટ ફિલ્મોનો હિસ્સો રહેલા ઉદય ચોપરા આજે મોટા પડદાથી દૂર થઈ ગયા છે. યશ ચોપરાનો નાનો દીકરો અને આદિત્ય ચોપરાનો ભાઈ ઉદય ચોપરા આજે બેશક લાઈમલાઈટથી દૂર છે, પરંતુ તે ક્યારેક પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં આવે
શાહરૂખ ખાન સાથેની ‘મોહબ્બતેં’ અને અભિષેક બચ્ચન સાથેની ‘ધૂમ’ ફ્રેન્ચાઈઝીમાં કામ કરીને લાઇમલાઇટમાં આવેલા ઉદય ચોપરા ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. એક સમયે સુપરહિટ ફિલ્મોનો હિસ્સો રહેલા ઉદય ચોપરા આજે મોટા પડદાથી દૂર થઈ ગયા છે. યશ ચોપરાનો નાનો દીકરો અને આદિત્ય ચોપરાનો ભાઈ ઉદય ચોપરા આજે બેશક લાઈમલાઈટથી દૂર છે, પરંતુ તે ક્યારેક પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં આવે છે. 5 જાન્યુઆરી, 1973ના રોજ જન્મેલા ઉદય ચોપરા ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા હોવા છતાં પણ એક્ટિંગની દુનિયામાં કંઈ ખાસ કરી શક્યા નથી. પરંતુ શું તમે જાણો છો કે સ્ક્રીનથી દૂર રહીને પણ ઉદય ચોપડા આજે કરોડોના માલિક છે….. જો નહીં, તો અભિનેતાના જન્મદિવસના અવસર પર ચાલો તમને તેમની કરોડોની સંપત્તિ વિશે જણાવીએ.
ઉદય ચોપરા એક વર્ષમાં આટલી કમાણી કરે છે
અહેવાલો અનુસાર, બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક યશ રાજ ચોપરાના પુત્ર ઉદય ચોપરા હાલમાં લગભગ 40 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વર્ષોથી મોટા પડદાથી દૂર હોવા છતાં ઉદય ચોપરા રાજાની જેમ જીવે છે. તે એક વર્ષમાં લગભગ પાંચ કરોડ રૂપિયા કમાય છે. આ કમાણી સાથે ઉદય ચોપરા શાહી જીવનશૈલી જીવે છે. તેમની પાસે આલીશાન ઘરોથી લઈને મોંઘી કાર સુધીની દરેક વસ્તુ છે. એટલું જ નહીં, ઉદય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તગડી રકમ પણ વસૂલે છે. આવી સ્થિતિમાં તમે સમજી જ ગયા હશો કે ઉદય કોઈ પણ રીતે તેના ભાઈ આદિત્યથી ઓછો નથી.
ઉદય ચોપરા આ કંપનીના CEO છે
હવે દરેકના મનમાં સૌથી મોટો સવાલ આવશે કે ઉદય ચોપરા આટલા પૈસા ક્યાંથી કમાય છે? તો તમને જણાવી દઈએ કે ઉદય ચોપરા યશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ છે. અભિનેતા તેની માતા પામેલા ચોપરા અને ભાઈ આદિત્ય ચોપરા સાથે યશ રાજ ફિલ્મ્સમાં કામ કરે છે. ઉદય ચોપરા તેના પિતાની કંપનીમાં મેનેજરની ભૂમિકા ભજવી રહ્યો છે. 2000માં ફિલ્મ ‘મોહબ્બતેં’થી અભિનયની શરૂઆત કરનાર ઉદય ચોપરાએ 1994માં ‘યે દિલ્લગી’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કાજોલ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા.
ઉદય ચોપરા અંગત જીવનમાં ખૂબ જ એકલા છે
ફિલ્મોમાં અસફળ રહેવા ઉપરાંત ઉદય ચોપરાનું અંગત જીવન પણ કંઈ ખાસ રહ્યું નથી. 50 વર્ષની ઉંમરે પણ ઉદય ચોપરાએ હજુ લગ્ન કર્યા નથી. જો કે, એવું નથી કે અભિનેતાના જીવનમાં કોઈ અભિનેત્રી આવી નથી. ભૂતકાળમાં ઉદય ચોપરાનું નામ નરગીસ ફખરી સાથે જોડાયું હતું. બંનેના અફેરની જોરશોરથી ચર્ચા થઈ હતી. જોકે બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઉદય ચોપરા અને નરગીસ ફખરીનો સંબંધ ઉતાર-ચઢાવથી ભરેલા હતો. વર્ષ 2014 માં, નરગીસ અને ઉદયનું નામ જોડવામાં આવ્યું હતું, પરંતુ બંનેએ તેમના સંબંધોનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, સંબંધોના અંત પછી, નરગીસ ફખરીએ ખુલાસો કર્યો કે તે ઉદયને પાંચ વર્ષથી ડેટ કરતી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter