+

ખાણ ખનીજ વિભાગના લિઝ માલિકો ઉપર બે હાથ

અંબાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવ ખાતે મહાદેવ ને જાણે અભિષેક કરતી હોય તેવી ગુપ્ત સરસ્વતી નદી નું ઉદ્દભવ સ્થાન આવેલું છે. ગુજરાત ફસ્ટની ટિમ ત્યાં પહોંચી અને રિયાલિટી ચેક કરતા બહુ મોટી અને ચોંકાવનારી બાબત જાણવા મળી હતી. કોટેશ્વર પાસે ગુપ્ત સરસ્વતી નદીનું ઉદ્દભવ સ્થાનગુજરાત ફસ્ટ ન્યૂઝ ચેનલ પોતાની સામાજિક જવાબદારીના ભાગ રૂપે પવિત્ર નદીઓ દૂષિત થતી

અંબાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવ ખાતે મહાદેવ ને જાણે અભિષેક કરતી હોય તેવી ગુપ્ત સરસ્વતી નદી નું ઉદ્દભવ સ્થાન આવેલું છે. ગુજરાત ફસ્ટની ટિમ ત્યાં પહોંચી અને રિયાલિટી ચેક કરતા બહુ મોટી અને ચોંકાવનારી બાબત જાણવા મળી હતી. 

કોટેશ્વર પાસે ગુપ્ત સરસ્વતી નદીનું ઉદ્દભવ સ્થાન
ગુજરાત ફસ્ટ ન્યૂઝ ચેનલ પોતાની સામાજિક જવાબદારીના ભાગ રૂપે પવિત્ર નદીઓ દૂષિત થતી બચાવવા એક મુહિમ છેડયું છે તેના ભાગ રૂપે ગુજરાત ફસ્ટની ટીમ બનાસકાંઠાના અને શક્તિપીઠ એવા અંબાજી પહોંચ્યું. અંબાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવ ખાતે મહાદેવ ને જાણે અભિષેક કરતી હોય તેવી ગુપ્ત સરસ્વતી નદી નું ઉદ્દભવ સ્થાન આવેલું છે. ગુજરાત ફસ્ટની ટિમ ત્યાં પહોંચી અને રિયાલિટી ચેક કરતા બહુ મોટી અને ચોંકાવનારી બાબત જાણવા મળી.
ભારતમાં કુલ 60 ગુપ્ત નદીઓના છે ગૌ મુખ
કોટેશ્વર મંદિરના પૂજારી પાસે થી આ સ્થાનકનો ઇતિહાસ અને મહત્વ જાણવાનો પ્રયાસ કરતા અહીં આવેલ સ્વયંભૂ કોટેશ્વર મહાદેવનું મંદિર અનેક વર્ષો જૂનું પ્રાચીન હોવાનું જાણવા મળ્યું. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ મહાદેવની પૂજા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે સાથે અહીં મહાદેવના ચરણોને પ્રક્ષાલ કરી ને ખળખળ વહેતી નદી કે જેને ગુપ્ત સરવસ્તી નદી તરીકે લોકો પૂજા કરી રહ્યા છે. મંદિરના પુજારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે વેદો પુરાણોમાં ગુપ્ત. સરવસ્તી ના 60 મુખો ભારતમાં જોવા મળી રહ્યા છે જેમના બનાસકાંઠા માં બાલારામ મહાદેવ અને કોટેશ્વર મંદિર પાસે થી ઉદભવતી ગુપ્ત સરસ્વતી નદી છે. અહીં આ નદી ક્યાંથી પ્રગટ થાય છે એ જાણી શકાતું નથી. 

અંબાજી માર્બલ અને સ્ટોન માટે ફેમસ પણ કુદરતી વન્ય જીવન જોખમમાં
અંબાજી વિસ્તાર સ્ટોન માટે ગુજરાત ભરમાં ફેમસ છે. રાજ્ય સરકાર દ્વારા અહીં માર્બલ ઉધોગને પ્રોત્સાહન આપવા લિઝની ફાળવી કરી છે. પરંતુ દુઃખ ની વાત એ સામે આવી કે યાત્રાધામ અંબાજીમાં લિઝ માલિકોની બેફામ નીતિથી નદીઓ દૂષિત થઈ રહી છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા લિઝ માલિકોને ચોક્કસ ક્ષેત્રફળ સાથે અને 6 સરતોને આધીન લિઝની પરમિશન જે તે સમયે આપી હતી. પરંતુ લિઝ માલિકો નિયમોને નેવે મૂકી પોતાની મનમાની કરી અને કુદરતી અપદા ને ભારે નુકશાન પહોંચાડી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ સામે આવ્યું છે. લિઝ માલિકોની મનમાની ને લઈ નદીઓ  દૂષિત થઈ રહી છે. ભૂસ્તર વિભાગ દ્વારા અંબાજીમાં કોટેશ્વર, ચીખલા, જરીવાવ, ખોખર બિલ્લી જેવા વિસ્તારમાં લિઝની ફાળવણી કરી હતી. 190 હેકટરમાં માર્બલ માઇનિંગન ની પરમિશન અપાઈ હતી. ત્યારે હાલમાં લિઝ માલિકોની મનમાની આવી સામે આવી રહી છે માર્બલ માઇનિંગ બાદ માર્બલનો વેસ્ટ છે તે આ પવિત્ર ગુપ્ત સરસ્વતી નદીમાં  નાખવામાં આવે છે ત્યારે નદીમાં વેસ્ટ નાખતા વન્ય પ્રાણી અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ માર્બલ વેસ્ટ નદીમાં નાખતા વનવાસી ખેડૂતોને ખેતીમાં પણ થઈ રહ્યું છે નુકશાન. લિઝ માલિકો સાથે ખાનખાણીજ વિભાગની મિલી ભગત નીતિ હોય તેવી સ્થિતિ સામે આવી છે.
સ્થાનિક પરિયાવરણ પ્રેમીઓ ની વારંવાર રજુઆત
આ સમગ્ર મામલો એટલો પેચીદો બન્યો છે જેનું કોઈ સત્વરે નિરાકરણ નહીં આવે તો અહીં આજુબાજુ ના વન્ય વૃક્ષો નાશ પામશે સાથે નદીમાં સ્ટોન નો કચરો ઠાલવતા પવિત્ર નદી ને અડાસ ઉભી થશે નદી પ્રદુષિત થઈ રહી છે ત્યારે પવિત્ર નદી પ્રદુષિત થતા નુકશાન થતા વનવાશી ખેડૂતો ને પણ મુશ્કેલી ઓ વધી રહી છે. ત્યારે આ સમગ્ર બાબત ને ધ્યાનમાં રાખી પરિયાવર્ણ પ્રેમી અને સ્થાનિક જિલ્લાના રહેવાસી દ્વારા અનેક વાર રજુઆત કરી છે ત્યારે પરિણામ અત્યાર સુધી શુન્ય જોવા મળ્યું છે.
ખાણ ખનીજ વિભાગની લિઝ માલિકોને સાચવવા ઢીલી નીતિ
આ સમગ્ર બાબતે ખાણ અને ખનીજ વિભાગ બનાસકાંઠા અધિકારી સાથે વાત કરતા તેમણે પોતાનો લુલો બચાવ કરતા હોય તેવી બાબત સામે આવી. ખાણ ખનીજ વિભાગને વનવિભાગદ્વારા અનેકવાર રજુઆત કરી પગલાં ભરવા તેમજ લિઝ માલિકોને પોતાની હદ ના પિલર લગાવવા જાણ કરી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ નું પેટનું પાણી હલતું નથી અને જેને લઈ વન્ય વ્યવસ્થા ને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. આ બાબતે ગુજરાત ફસ્ટ ની ટીમે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ ખાણ ખનીજ વિભાગ ના અધિકારી જાણે પોતાનો અને લિઝ માલિકોના બચાવ માટે કેમેરા સામે કાઈ બોલવા તૈયાર નથી. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે ખુદ ખાણ ખનીજ વિભાગ જ લિઝ માલિકોને છાવરી રહ્યું છે. બનાસકાંઠા DFOને સમગ્ર માહિતી ની જાણ થતા લેખિત પત્ર લખી અને રજુઆત ખાણ ખનીજ વિભાગ ને કરી છે અને કેટલાક લિઝ માલિકો દ્વારા પોતાની પરમિશન વાળી જગ્યા નિશ્ચિત કરવા જાણ કરાઈ હતી પરંતુ ખાણ ખનીજ વિભાગની ઢીલી નીતિને લઇ વન્ય જીવો અને પરિયાવરણ ને ભારે નુકશાન થઇ રહ્યું છે. ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે શું ખાણ ખનીજ વિભાગ લિઝ માલિકો ને છાવરી રહ્યું છે ?
વન્ય જીવો અને નદી સાથે પરિયાવરણ બચાવવા પગલાંની માંગ
હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ક્યારે હરકતમાં આવે છે અને વન્ય જીવો સાથે પવિત્ર નદીમાં દુષણ ક્યારે અટકે છે. અને નિયમ મુજબ લિઝ માલિકોને જે શરતે લિઝ આપી છે તે અનુસાર પરિયાવરણ અધિનિયમન મુજબ પોતાના ખર્ચે નવીન વૃક્ષોનું વાવેતત નહીં કરી લિઝ પરમિશન વખતે અપાયેલ 6 શરતોનું પાલન નહીં કરતા લિઝ માલિકો સામે તંત્ર પણ પગલાં ભરશે કે કેમ એ પણ એક સવાલ ઉભો થઇ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter