Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

10th Results : વિપરિત પરિસ્થિતિમાં ગોંડલની આ દિકરીઓએ વગાડ્યો ડંકો

05:43 PM May 25, 2023 | Viral Joshi

ગોંડલ કેન્દ્રની પરિણામ 72.03% જોવા મળ્યું છે ગત વર્ષ કરતા – 1.79% ઓછું છે 2022 માં ધોરણ 10 બોર્ડ નું પરિણામ 73.82% હતું ત્યારે ગોંડલની ગંગોત્રી સ્કૂલનું 90.28% સાથે શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા એવા સર ભગવતસિંહજી મહારાજ સાહેબના ગોકુળીયા ગોંડલને ગૌરવ અપાવ્યું છે ગંગોત્રી સ્કૂલના ગુજરાતી માધ્યમના ધોરણ 10 ના પરિણામમાં દેલવાડીયા ધ્રુવીએ 99.98PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને રોઠોડ હેમાંશીએ 99.98PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું તેમજ જેતાણી જેનીલએ 99.98PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને ડોડીયા પરમએ 99.97PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. ઉપરોક્ત આ ચારેય બાળકોએ ગંગોત્રી સ્કૂલ અને ગોંડલનું ગૌરવ વધાર્યું છે.

સ્કૂલના ચેરમેન સંઘર્ષમાં સાથીદાર બન્યા

ગોંડલ આશાપુરા રોડ પર રહેતી દેલવાડીયા ધ્રુવી ના પિતા સુનિલભાઈ જણાવ્યું હતું કે, હું 20 વર્ષ થી ડ્રાઈવરની નોકરી કરું છું ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોવાથી સ્કૂલની ફી પણ ભરી શકે તેમ ન હોવાથી અમે સારી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂંઝવણ અનુભવતા હતા ત્યારે આ બાબતની ગંગોત્રી સ્કૂલને જાણ થતાં ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળાએ તેની આ મૂંઝવણને દુર કરી તેના સંઘર્ષમાં સાથીદાર બન્યા હતા.

નિયમિત 10 કલાકની મહેનત કરી હતી

દેલવાડીયા ધ્રુવીએ ધોરણ 10માં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે ત્યારે ડ્રાઈવરની નોકરી કરતા પિતાની પુત્રીએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે અને પરિવારનું, સ્કુલનું અને ગોંડલ ગામનું ગૌરવ વધાર્યું છે.

C.A. નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે

વધુ માં ધ્રુવીએ જણાવ્યું હતું કે તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે. અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપ છોટાળા ના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. હવે દેલવાડીયા ધ્રુવીને આગળ કોમર્સમાં અભ્યાસ કરી C.A. નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે અને C.A. બની દેશની સેવા કરવાનું સ્વપ્ન છે.

તાલુકાના ડૈયા ગામે રહેતી વિદ્યાર્થીની ગુજરાત બોર્ડ માં દ્વિતીય સ્થાન મેળવ્યું

જ્યારે બીજી વિદ્યાર્થીની ગોંડલ તાલુકાના ડૈયા ગામે રહે છે તેમના પિતા પણ ટ્રક ના ડ્રાઈવર છે રાઠોડ હેમાંશી એ 99.98 PR મેળવી સમગ્ર ગોંડલ પંથકમાં સફળતાનો ડંકો વગાડ્યો છે તેમજ ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે આ વિદ્યાર્થિનીએ ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરીએ રોજની 8 થી 9 કલાક મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી છે.

પિતા ટ્રક લઈને 15 થી 20 દિવસે ડ્રાઈવિંગ કરી ને ઘરે આવે છે

ગોંડલ થી ડૈયા ગામ 15 કિલોમીટર દૂર છે રાઠોડ હિમાંશીના પિતા ઘરનું ગુજરાન ચલાવવા માટે ખેતમજૂરીની સાથે સાથે ડ્રાઇવિંગ પણ કરે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે તેમના પિતા ગીરીશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે હું 25 વર્ષ થી ડ્રાઈવિંગ કરું છું ટ્રક લઈને અન્ય રાજ્યો માં જાવ છું ત્યારે 15 દિવસ પછી હું મારા ઘરે આવું છું મારી દીકરી ને હું સરખો ટાઈમ પણ નથી આપી શકતો પણ આજે ગુજરાત બોર્ડ માં દ્વિતીય સ્થાન આવ્યું તેની ખુશી મને બહુ છે આવી સામાન્ય પરિવારની દીકરીનું સ્વપ્ન સાયન્સમાં અભ્યાસ કરી કોમ્પ્યુટર સાયન્સમાં આગળ ડિગ્રી પ્રાપ્ત કરી પરિવારનું, સ્કૂલનું અને સમાજનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે રાઠોડ હેમાંશી જણાવ્યું હતું કે મારો આ શ્રેય પોતાની મહેનતને માતા-પિતાને અને સ્કૂલના શિક્ષકોને આપે છે.

રાજકોટ જિલ્લા નું પરિણામ 72.74% આવ્યું

સમગ્ર ગુજરાત બોર્ડનું પરિણામ 64.62 % આવ્યું છે અને રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 % આવ્યું છે ત્યારે ગોંડલની ગંગોત્રી સ્કૂલનું પરિણામ 90.28% છે. જેમાં બોર્ડ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓ અને 99 PR ઉપર 28 વિદ્યાર્થીઓ, 98 PR ઉપર 48 વિદ્યાર્થીઓ, 97 PR ઉપર 53 વિદ્યાર્થીઓ, 96 PR ઉપર 66 વિદ્યાર્થીઓ, 95 PR ઉપર 78 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં A1 ગ્રેડ 26 વિદ્યાર્થીઓને અને A2 ગ્રેડ 66 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. આ ઉપરાંત ગણિત વિષયમાં દેલવાડીયા ધ્રુવી અને દેસાઈ પલકએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે તેમજ રાઠોડ હેમાંશીએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે આ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપ સરએ વિદ્યાર્થીઓ, શિક્ષકોને અને વાલીઓને આપ્યો છે. આ સાથે શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ.

શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

આજે જયારે ગંગોત્રી સ્કૂલનું ધોરણ 10 નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ત્યારે શ્રેષ્ઠ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. પરિણામનો દિવસએ વિદ્યાર્થીઓ માટે ઉત્સવનો દિવસ હોય છે ત્યારે આ ઉત્સવની ઉજવણી સ્કૂલના પરિસરમાં ફટાકડા ફોડી અને DJ ના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાસ-ગરબા લઇને ઉજવણી કરવામાં આવી સ્કૂલના પ્રિન્સિપાલ કિરણ મેડમએ વિદ્યાર્થી અને શિક્ષકો તેમજ વાલીઓને મીઠાઈ ખવડાવી શ્રેષ્ઠ પરિણામની શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે આ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના અથાક માર્ગદર્શનનને અને વાલીઓના સહકારથી પરિણામ આવ્યું છે ત્યારે તેમને અર્પણ કર્યો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : BABA BAGESHWAR આજથી ગુજરાતમાં, સુરત રાજકોટ અને અમદાવાદમાં યોજાશે દિવ્ય દરબાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.