+

ભાવનગરમાં બે દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન, 1 હજારથી વધુ રમતવીરો લેશે ભાગ

રાજ્યમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન થવા જઈ રહ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર યુનિવર્સિટી મેદાન ખાતે બે દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવાલની શરૂઆત કરવામાં આવી છે.1 હજારથી વધારે રમતવીરો લેશે ભાગભાવનગરમાં (Bhavnagar) 22 અને 23 સપ્ટેમ્બર એમબે દિવસ માટે સ્પોર્ટસ કાર્નિવલની ઉજવણી થશે, રાજ્ય સરકાર દ્વારàª
રાજ્યમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન થવા જઈ રહ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર યુનિવર્સિટી મેદાન ખાતે બે દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવાલની શરૂઆત કરવામાં આવી છે.

1 હજારથી વધારે રમતવીરો લેશે ભાગ
ભાવનગરમાં (Bhavnagar) 22 અને 23 સપ્ટેમ્બર એમબે દિવસ માટે સ્પોર્ટસ કાર્નિવલની ઉજવણી થશે, રાજ્ય સરકાર દ્વારા  પ્રેરિત અને ભાવનગર મહાનગરપાલિકાના આયોજન નીચે કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં આશરે એક હજારથી વધારે રમતવિરો ભાગ લેશે.
યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજન
સમગ્ર ગુજરાતમાં રમત ગમતને ધ્યાનમાં લઈ બાળકોની યુવાનોની ફિટનેસને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સ્પોર્ટ્સ કાર્નિવલનું (Sports Carnival) ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે ભાવનગર શહેરમાં પણ સ્પોર્ટસ કાર્નિવલનું એમ.કે.બી યુનિવર્સીટીના મેદાનમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

14 રમતો રમાશે
કાર્નિવલનો પ્રારંભ સૌ પ્રથમ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ થયો છે. કાર્નિવલમાં ફૂટબોલ, કબ્બડી, ખોખો, બાસ્કેટબોલ જેવી રમતો આ સિવાય જુમ્બા અને બાળકો માટે ફિટનેસ ગેમ્સ પણ રમાશે. આ બે દિવસમાં 14 જેટલી રમતો રમાશે. કાર્નિવલને લઈને ભાવનગરના (Bhavnagar) લોકો અને ખાસ કરીને સ્પોર્ટ્સ પર્સન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Whatsapp share
facebook twitter