Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં નકલી ડિગ્રી રેકેટમાં બે એજન્ટ ઝડપાયા, 10 હજારથી 1 લાખમાં બનાવતા હતા સર્ટી

10:03 AM Mar 24, 2024 | Harsh Bhatt

ગુજરાતમાં નકલી પોલીસ, નકલી કચેરી, નકલી ડૉક્ટર બાદ નકલી ડિગ્રીનું માર્કેટ પણ પરવાને ચડ્યું છે. ઘણી વખત વિદેશ જવા અર્થે કે પછી નોકરી માટે ઘણા નકલી ડિગ્રી ખરીદતા હોય છે. હવે સુરતમાં નકલી ડીગ્રી બનાવવાની ઘટનામાં એજન્ટ ઝડપાયા છે. હવે નકલી ડિગ્રી રેકેટમાં સેલવાસ-સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા છે. નકલી ડિગ્રી રેકેટનો આરોપી આસિફ 10 હજારથી 1 લાખમાં આ નકલી ડીગ્રીનો કારોબાર ચલાવાતો હતો. હવે આ નકલી ડીગ્રીનો કારોબાર કરતા આ એજન્ટ પોલીસની ઝડપમાં આવ્યા છે.

જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિંટીની 112 નકલી ડિગ્રી અને માર્કશીટોના રાષ્ટ્ર વ્યાપી રેકેટનો પર્દાફાશ થયો છે. આ નકલી ડીગ્રીમાં ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી આવી હતી. સિંગણપોર પોલીસે રાષ્ટ્ર વ્યાપી નકલી ડીગ્રી રેકેટમાં વધુ બે એજન્ટોની ધરપકડ કરી હતી. પોલીસની ઝડપમાં આવેલા આ સેલવાસ અને સરથાણાના બંને એજન્ટોએ 16 લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી હતી. નકલી ડીગ્રીનો વ્યાપાર કરતો અબ્દુલ જીવાણી કેંગન વોટરનો વેપાર કરતો હતો. તેને આ નકલી ડીગ્રી યશ એજ્યુકેશન એકેડમીના સંચાલક નિલેશ સાવલીયા મારફતે બનાવી હતી.

વધુમાં આ કૌભાંડમાં સરથાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યુટ ચલાવતા કેતન શૈલેષ જેઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બન્ને ઓફિસ પરથી લેપટોપ સહિતનો સામાન જપ્ત કરાયો છે. લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ મળી આવી હતી. જેના પરથી પોલીસે આવા નકલી સર્ટિફિકેટ કોને કોને બનાવી આપ્યા, તેની માહિતી મેળવી આગળની તપાસ કરશે.

આ પણ વાંચો : અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી ગરમી, 2 દિવસમાં ગરમીનો પારો થશે 40 ને પાર