+

બિહારને ઇસ્લામિક રાજ્ય બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ગીરિરાજસિંહે નીતીશકુમાર પર કર્યા પ્રહાર

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે બિહારની શાળાઓમાં ‘હિંદુ તહેવારો’ની રજાઓમાં ઘટાડો કરીને, રાજ્યની નીતિશ કુમાર સરકાર શરિયા લાગુ કરીને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા માંગે છે. બેગુસરાયના બીજેપી…

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે બિહારની શાળાઓમાં ‘હિંદુ તહેવારો’ની રજાઓમાં ઘટાડો કરીને, રાજ્યની નીતિશ કુમાર સરકાર શરિયા લાગુ કરીને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા માંગે છે. બેગુસરાયના બીજેપી સાંસદ ગીરિરાજ સિંહે પોતાના લોકસભા ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રી નીતિશ કુમારનું પૂતળું બાળ્યું હતું.

‘બાળકોને સનાતન સંસ્કૃતિથી અલગ કરવાનો પ્રયાસ’

સિંહે કહ્યું, “બાળકોને સનાતન સંસ્કૃતિથી અલગ કરવાનો પ્રયાસ છે જેથી તેઓ હરિતાલિકા તીજ, જન્માષ્ટમી અને નવરાત્રી જેવા તહેવારો વિશે અજાણ રહે.” ગીરીરાજસિંહે કહ્યું હું બિહાર સરકારને ચેલેન્જ ફેંકુ છું કે તે મુસ્લિમ તહેવારો દરમ્યાન મળતી રજાઓમાં ઘટાડો કરીને બતાવે.. તે હિંદુઓની ભાવનાઓ સાથે રમવાની હિંમત કરે છે કારણ કે આ સમુદાય જાતિઓમાં વહેંચાયેલો છે.

ભાજપના ભૂતપૂર્વ સાથી નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડ (JDU) એ પણ વળતો પ્રહાર કર્યો, આરોપ લગાવ્યો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન સંસદનું સત્ર બોલાવીને ‘હિંદુ વિરોધી માનસિકતા’ દર્શાવી છે.

હિન્દુઓને એક કરશે – ગિરિરાજ સિંહ

ગીરીરાજસિંહે કહ્યું બિહારને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા)નો ગઢ બનાવનાર નીતિશ કુમારની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે અમે હિંદુઓને સંગઠિત કરીશું. ગીરીરાજસિંહે વધુમાં કહ્યું કે જ્યારે તેમના સાથીદાર લાલુ પ્રસાદ યાદવ સત્તામાં હતા ત્યારે સિમી (સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા) પર કોઇ જ લગામ કસી ન હતી.., “રાજ્ય સરકારે હિંદુ તહેવારોની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચવો જોઈએ. જો તેણી આવું નહીં કરે, તો અમે માની લઇશું કે શરિયા કાયદા હેઠળ બિહારને ઇસ્લામિક રાજ્યમાં પરિવર્તિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Whatsapp share
facebook twitter