+

Tribal Rituals: આદિવાસી સમાજે આદિવાસી પરંપરા પ્રમાણે હોળીના પાવન પર્વની કરી શરૂઆત

Tribal Rituals: દાહોદ જિલ્લો (Dahod) આદિવાસી (Tribal) બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા આદિવાસી સમુદાયના અલગ અલગ રિવાજો જોવા મળતા હોય છે. આદિવાસી (Tribal) સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ તહેવારોની ઉજવણી થતી…

Tribal Rituals: દાહોદ જિલ્લો (Dahod) આદિવાસી (Tribal) બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા આદિવાસી સમુદાયના અલગ અલગ રિવાજો જોવા મળતા હોય છે. આદિવાસી (Tribal) સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ તહેવારોની ઉજવણી થતી હોય છે.

  • આદિવાસી સમાજે હોળીની તહેવારની તૈયારીઓ કરી શરૂ
  • હોળી પહેલા પ્રાચીન પ્રથાનું કરાયું આયોજન
  • હોળી પર્વ આદિવાસી સમાજ માટે અમૂલ્ય પર્વ
  • પાંચ વર્ષે એક વખત આ મેળો થાય

આદિવાસી સમાજે હોળીની તહેવારની તૈયારીઓ કરી શરૂ

Tribal Rituals

Tribal Rituals

આગામી દિવસોમાં હોળી (Holi Festival) નો તહેવાર આવી રહ્યો છે. ત્યારે હોળીની ઉજવણી (Holi Festival) આદિવાસી સમાજ અનોખી રીતે કરતો હોય છે. જિલ્લામાં હોળી નિમિત્તે અલગ-અલગ મેળાઓ પણ જોવા મળતો હોય છે. ત્યારે આવા જ એક ઢોલ મેળાની શરૂઆત થઈ છે. દાહોદ (Dahod) ના ડોકી ગામમાં મેળો યોજાયો હતો. પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી (Tribal) સમાજ વર્ષ સારું જાય.

હોળી પહેલા પ્રાચીન પ્રથાનું કરાયું આયોજન

સુખ સમૃધ્ધિ અને આરોગ્યની સુખાકારી તેમજ ખેતી સફળ નીવડે તે માટે ધર્મીરાજા અને ઈન્દ્ર રાજાની બાધા રાખવામા આવે છે. પાંચ વર્ષમાં એક વખત હોળી (Holi Festival) પર પૂનમ પહેલા ધર્મીરાજાની વાડીની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી સેવા પુજા કરી ત્યારબાદ 10 માં દિવસની રાત્રે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે.

હોળી પર્વ આદિવાસી સમાજ માટે અમૂલ્ય પર્વ

Tribal Culture

Tribal Culture

આદિવાસી (Tribal) સમાજનું પ્રતિક ગણાતા એવા ઢોલના તાલે નૃત્ય કરતાં હોય છે. ત્યારબાદ વાડીને પધરાવતા હોય છે. આસ્થા અને શ્રધ્ધા સાથે જોડાયેલી આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને આજે પણ યથાવત છે. આદિવાસી (Tribal) સમુદાય પોતાની સંસ્કૃતિ પ્રમાણે આજે પણ હોળી પર્વને લઈ ચાલતા રિવાજો પ્રમાણે ઉજવણી કરતાં હોય છે. હોળી પર્વ (Holi Festival) એટ્લે આદિવાસી (Tribal) સમાજ માટે મહત્ત્વનો ગણાતો તહેવાર છે.

પાંચ વર્ષે એક વખત આ મેળો થાય છે

દાહોદ (Dahod) જિલ્લાના આદિવાસી (Tribal) પરિવારો મજૂરી કામ માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં જતાં હોય છે. ત્યારે હોળી નજીક આવતા જ વતનમાં આવી જતાં હોય છે. હોળીના એક મહિના પહેલાથી જ અલગ અલગ રિવાજો અને સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરતાં હોય છે. અલગ અલગ માન્યતાઓ સાથે જિલ્લામાં અલગ અલગ સ્થળે મેળાઓ પણ યોજાતા હોય છે. આદિવાસી (Tribal) સમાજની દરેક પરંપરાઓ અનોખી જોવા મળે છે. આ પરંપરા જોવાનો અવસર વર્ષમાં એક જ વખત મળતો હોય છે.

અહેવાલ સાબીર ભાભોર

આ પણ વાંચો: Rajkot : PM MODI રાજકોટ શહેર- જિલ્લાને આપશે 3200 કરોડના વિકાસકામોની ભેટ

Whatsapp share
facebook twitter