+

Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર

Panchmahal Lok Sabha : ચૂંટણીના રણસંગ્રામ વચ્ચે ગુજરાત ફર્સ્ટનો લાઇવ સ્ટુડીયો ટીમ એ ધરા પર પહોંચ્યો છે જ્યાં આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર સાબીત થઈ જાય છે. આ બંને સમાજના…

Panchmahal Lok Sabha : ચૂંટણીના રણસંગ્રામ વચ્ચે ગુજરાત ફર્સ્ટનો લાઇવ સ્ટુડીયો ટીમ એ ધરા પર પહોંચ્યો છે જ્યાં આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર સાબીત થઈ જાય છે. આ બંને સમાજના મત જે પણ પક્ષની તરફેણમાં જાય છે તે પક્ષ આ બેઠક પર સત્તાનું સુકાન સંભાળી જાય છે એ ભૂમિ એટલે મધ્ય ગુજરાતની અતિ મહત્વપૂર્ણ Panchmahal Lok Sabha seat

આ બેઠક પર રાજકીય અને જ્ઞાતિગત ઉથલપાથલ હર હંમેશ રહે છે

વર્ષ 2008માં નવા સીમાંકન બાદ પંચમહાલ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી થઈ હતી. આ બેઠક પર રાજકીય અને જ્ઞાતિગત ઉથલપાથલ હર હંમેશ રહે છે. બેઠકમાં મહીસાગર, ખેડા, પંચમહાલ એમ 3 જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જાણવું એ પણ જરૂરી છે કે નવા સીમાંકન પહેલા આ બેઠક ગોધરામાં ગણાતી હતી. વર્ષ 2009 અને 2014માં ભાજપના પ્રભાતસિંહને જનતાએ આશીર્વાદ આપી વિજય બનાવ્યા હતા, તો વર્ષ 2019ની ચૂંટણીમાં રતનસિંહ રાઠોડને સંસદ સભ્ય બનાવી દિલ્લી સુધી પહોંચાડ્યા હતા. ભાજપે આ વખતે નવા ચહેરા તરીકે રાજપાલસિંહ જાદવને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ આવ્યા પછી પંચમહાલનો વિકાસ

2024માં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવે વિકાસની ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે ભાજપ આવ્યા પછી પંચમહાલનો વિકાસ થયો છે. શિક્ષણ ક્ષેત્રે ભાજપે અનેક સુવિધાઓ ઉભી કરી અને નલ સે જલ યોજના થકી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. ઉપરાંત શિક્ષણથી લઈને ખેતી ક્ષેત્રના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપને ફક્ત વિકાસમાં રસ છે અને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થયેલો વિકાસ ઉડીને આંખે વળગે છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દા નથી તથા ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ જ અસ્તિત્વ નથી. તેમણે કહ્યું કે PM મોદી છે ત્યાં સુધી વિકાસની ગાથા ગવાતી રહેશે અને સ્વરોજગાર માટેની તકોમાં પણ વધારો થયો છે. દેશના સર્વાંગી વિકાસ માટે ભાજપ જ જરૂરી છે તથા અબકી બાર 400 પારનો મંત્ર સિદ્ધ થવાનો જ છે. સરકારી યોજનાનો સૌને સમાન લાભ મળ્યો છે.

પંચમહાલ લોકસભાની બેઠક કોંગ્રેસ જ જીતશે

પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની જાહેરાત કરાઇ છે. ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ગુલાબસિંહ ચૌહાણ કયા મુદ્દાઓને લઈ પ્રજા વચ્ચે જશે. હવે તે જાણવું અને સાંભળવું પણ જરૂરી બની જાય છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના કામથી ખેડા અને મહિસાગરની પ્રજા નારાજ છે અને તેથી પંચમહાલ લોકસભાની બેઠક કોંગ્રેસ જ જીતશે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવી મોટી સમસ્યા છે અને ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી.

આદિવાસી મતદારો 20 ટકા જ્યારે ઓબીસી સમાજના 17 ટકા મતદારો

એક કાર્યકર્તાને વિધાનસભા કે પછી લોકસભા સુધી પહોંચાડવામાં મતદારો જ પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે નવી યાદી મુજબ પંચમહાલ લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારો આ વખતે મતાધીકારનો ઉપયોગ કરશે. આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 65 હજાર 36 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 29 હજાર 76 તો અન્ય 27 મતદારો સહિત કુલ 18 લાખ 94 હજાર 139 મતદારો આ વખતે ભાવિ સાંસદનું ભવિષ્ય EVMમાં કેદ કરશે. હવે આ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણ પર એક નજર કરીએ તો પંચમહાલ લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો 20 ટકા જ્યારે ઓબીસી સમાજના 17 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે,, દલિત સમાજના 16 ટકા જ્યારે રાજપુત સમાજના 13 તો પાટીદાર સમાજના 10 ટકા જ્યારે મુસ્લિમ સમાજના 6 ટકા મતદારો મતાધીકારનો ઉપયોગ વર્ષ 2024ની ચૂંટણીમાં કરશે.

7 વિધાનસભાનો સમાવેશ

પંચમહાલ લોકસભા બેઠકમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ વિધાનસભાનો સમાવેશ થાય છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે સ્થાનિકોનો મિજાજ કઈ દિશામાં છે.

વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં

વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ 3 લાખ 67 હજાર 145 મતની લીડ સાથે આ બેઠક પરથી જીત્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટનો પરાજય આ બેઠક પર થયો હતો, હવે જોવું એ રહ્યું કે, વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહે છે.

આ પણ વાંચો—- Gujarat માં ‘ટનાટન’ રાજનીતિ પહોંચી પરાકાષ્ઠાએ

આ પણ વાંચો—- Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ

આ પણ વાંચો—- Lok Sabha Election : ભાજપે લોકસભા માટે અત્યાર સુધીમાં 405 ઉમેદવારો ઉતાર્યા, 101 સાંસદોની ટિકિટ રદ્દ…

 

Whatsapp share
facebook twitter