+

Naxalites Surrender: છત્તીસગઢમાં 6 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, કુલ 36 લાખનું ઈનામ હતું

Naxalites Surrender: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ નક્સલવાદીઓ પર 36 લાખનું ઈનામ જાહેર રાખવામાં…

Naxalites Surrender: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ નક્સલવાદીઓ પર 36 લાખનું ઈનામ જાહેર રાખવામાં આવ્યું હતું. જોકે આ નક્સલવાદીઓની ભારતીય સૈનિકો અને છત્તીસગઢની પોલીસ લાંબા સમયથી શોધખોળ કરતી હતી.

  • છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું

  • પુનર્વસન નીતિ હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે

  • દંતેવાડા 3 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

ભારતીય સુરક્ષા અધિકારીઓ સામે આત્મસમર્પણ કરેલા નક્સલીવાદીઓ પૈકી દુધી પોજ્જા (27), તેની પત્ની દુધી પોજ્જા (24), મહિલા નક્સલવાદી જયક્કા ઉર્ફે આયતે કોર્સા (51), કાવાસી મુડા (30), કરમ નરન્ના ઉર્ફે ભૂમા (65) અને રૈનુ ઉર્ફે મદકામ સુક્કા (35) એ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ દુધી પૌજા પર રૂ. 8 લાખ અને જયક્કાના માથા પર રૂ. 5 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Padma Awards 2024: રાષ્ટ્રપતિ ભવનમાં 132 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા

પુનર્વસન નીતિ હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે

તે ઉપરાંત કાવાસી મુડા પર રૂ. 5 લાખ, કરમ નરન્ના પર અને રૈનુ પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસના ‘પુના નરકોમ’ અભિયાનથી પ્રભાવિત અને માઓવાદી નેતાઓના ભેદભાવપૂર્ણ વર્તનથી કંટાળેલા આ નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે આ નક્સલવાદીઓ પર પોલીસ ટીમ પર હુમલા સહિત અનેક નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હોવાના આરોપો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: Air India Express ની હડતાલ થઈ પૂરી, ટર્મિનેટ થયેલા કર્મચારીઓ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

દંતેવાડા 3 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

આ પહેલા બુધવારે નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં 3 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા નક્સલવાદી નંદે મડકામ (24), મલ્લે મુચાકી (25) અને નક્સલવાદી કેશા ગોંચે (22) એ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓ મલંગર એરિયા કમિટીમાં સક્રિય હતા. તેમણે કહ્યું કે નક્સલવાદીઓ પોલીસના પુનર્વસન અભિયાન ‘લોન વારતુ’થી પ્રભાવિત છે અને માઓવાદીઓની પોકળ વિચારધારાથી નિરાશ છે.

આ પણ વાંચો: માંડ માંડ બચ્યા ચિરાગ પાસવાન! ટેક-ઓફ પહેલા જ હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું

Whatsapp share
facebook twitter