Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sabarkantha : ગરમીથી બચવા જતાં 15 લોકોનાં મોત! પ્રાંતિજથી વધુ એક બનાવ આવ્યો સામે

08:03 PM May 24, 2024 | Vipul Sen

રાજ્યમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો સામાન્ય રીતે તળાવમાં નહાવા જતાં હોય છે. જો કે, ઘણીવાર તળાવમાં ડૂબી જવાથી લોકોનાં મોત પણ નીપજે છે. છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં તળાવમાં ડૂબી જવાથી મોતના બનાવ સતત સામે આવી રહ્યા છે. ત્યારે, એવી વધુ એક ઘટના સાબરકાંઠાના (Sabarkantha) પ્રાંતિજમાંથી આવી છે. ઘડી ગામની ત્રણ બાળકીઓ મહાદેવપુરા ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણેયનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ ( Prantij police) અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બકરી ચરાવવા અને ભાઈને ટિફિન આપવા ગઈ હતી બાળકીઓ

પ્રાથમિક તપાસ મુજબ, સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામે રહેતી ત્રણ બાળકીઓ બકરી ચરાવવા અને ભાઈને ટિફિન આપવા માટે ગઈ હતી. દરમિયાન, ત્રણેય બાળકીઓ મહાદેવપુરા (Mahadevpura) ગામના તળાવમાં પડી જતાં ડૂબી હતી. તળાવમાં ડૂબી જવાથી ત્રણેય બાળકીઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ગામજનો સાથે પ્રાંતિજ પોલીસ અને ફાયરના જવાનો (fire brigade) ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.

રાજ્યમાં તળાવમાં ડૂબી જવાથી 15 લોકોના મોત

ત્રણ બાળકીઓના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ (post-mortem) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. બાળકીઓ કેવી રીતે તળાવમાં પડી તે અંગેની તપાસ પોલીસે આદરી છે. પોલીસ તપાસ મુજબ, ત્રણેય બાળકીઓ એક જ પરિવારની હતી. ત્રણેય બાળકીઓના મૃત્યુથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. જણાવી દઈએ કે, આ પહેલા બોટાદ (Botad), ભાવનગર (Bhavnagar), વડોદરા અને મોરબીમાંથી (Morbi) પણ તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. રાજ્યભરમાં તળાવમાં ડૂબી જવાથી ત્યાર સુધી કુલ 15 લોકોના મોત નીપજ્યા છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા હવે તંત્ર દ્વારા જીવના જોખમે નદી કે તળાવમાં ન જવા લોકોને અપીલ કરાઈ છે.

 

આ પણ વાંચો – Botad : તળાવમાં ડૂબી જવાથી મોતનો વધુ એક બનાવ, બે યુવકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો – Morbi : વધુ એક કરુણાંતિકા…. તળાવમાં ડૂબી જવાથી 3 માસૂમોનાં મોત

આ પણ વાંચો –  VADODARA : મહીસાગર નદીમાંથી ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા