+

Uttar Pradesh માં મહિલાઓના ગુપ્તાંગ અને આંખોમાં મરચું ભર્યું, જુઓ વીડિયો

મહિલાએ મહિલાના ગુપ્તાંગ અને આંખોમાં મરચું નાખ્યું અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા આ મામલે તુરંત તજવીજ હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે Uttar Pradesh Crime News : Uttar…
  • મહિલાએ મહિલાના ગુપ્તાંગ અને આંખોમાં મરચું નાખ્યું
  • અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા
  • આ મામલે તુરંત તજવીજ હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે

Uttar Pradesh Crime News : Uttar Pradesh માં એક નજીવી બાબતે હેવાનિયતનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. જોકે આ મામલો બાળકોના નજીવા ઝઘડાને કારણે શરું થયો હતો. ત્યારે આ બાળકોની લડાઈમાં તેમના માતા-પિતા વચ્ચે ઘમાસાણ શરું થઈ ગયું હતું. પરંતુ આ ઘમાસાણમાં એક મહિલા સાથે હેવાનિયતને અંજામ આપવામાં આવ્યા હતો. જોકે આ ઝઘડામાં મહિલાઓ પણ એકબીજા ઉપર વાર કરવા લાગી હતી.

મહિલાએ મહિલાના ગુપ્તાંગ અને આંખોમાં મરચું નાખ્યું

Uttar Pradesh માં આવેલા હરદૌરી ઘાટમાં આવેલા કાંશીરામ કોલોનીમાં આ ઘટના બની હતી. તો કાંશીરામ કોલોનીમાં રમતા બાળકો નજીવી બાબતને લઈ લડી પડ્યા હતાં. જોકે આ તમામ બાળકો એકબીજાના પાડોશી હતાં. ત્યારે આ ઝઘડાને કારણે તેમના પરિવારજનો પણ એકબીજા સાથે લડવા લાગ્યા હતાં. સૌ પ્રથમ આ જૂથ વચ્ચે ઉગ્રબોલાચાલી જોવા મળી હતી. પરંતુ અચાનક મહિલાઓ અને પુરુષો એકબીજાને માર મારવા લાગ્યા હતાં. જોકે આ ઘમાસાણમાં પાડોશીઓએ એકબીજા પર લાઠી વડે પ્રહાર કર્યા હતાં.

આ પણ વાંચો: પેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ! વિટામીનની ગોળીઓ ખતરનાક

અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા

તો આ ઝધડામાં બે મહિલાઓ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તે ઉપરાંત તેમને એક પરિવારના અનેક લોકોએ ઢોર માર માર્યો હતો. પીડિતાની બહેને જણાવ્યું છે કે, મારી બહેનને અન્ય પુરુષો પકડીને તેના પરિવારજનોને તેને ગંભીર રીતે માર મારવાનું કહ્યું હતું. તે ઉપરાંત મહિલાઓએ મારી બહેનના ગુપ્તાંગમાં મરચું નાખ્યું હતું અને ત્યારબાદ મહિલાઓએ આંખોમાં પણ મરચું નાખીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી છે. જોકે આ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ મામલે તુરંત તજવીજ હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે

ત્યારે આ સમગ્ર મામલે બાંદા પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યું છે કે, પીડિયાના જણાવ્યા અનુસાર કોતવાલી નગરમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોતવાલી પોલીસને પણ આ મામલે તુરંત તજવીજ હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત આ ઘટનામાં મૂરી ગુપ્તા, ગૌરી ગુપ્તા, ખુશી ગુપ્તા અને ચંચલ ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થઈ છે.

આ પણ વાંચો: India વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ, આ રીતે ચીન-જાપાને આપી માત

Whatsapp share
facebook twitter