- વિશ્વના સૌથી સુંદર દેશ ગ્રીસ છે
- છેલ્લા બે મહિનામાં ભારતીયો મુલાકાત કરી
- ભારતીયોએ પ્રોપર્ટીની ખરીદીમાં 37%નો વધારો થયો
Greece: દુનિયાના ખૂણે ખૂણે ભારતીયો જોવા મળે છે.પરંતુ છેલ્લા બે મહિનામાં ભારતીયો (Indian Investors)વિશ્વના સૌથી સુંદર દેશોમાંના એક ગ્રીસ (Greece) ની મુલાકાત કરી હતી આ વર્ષે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ભારતીયોએ ગ્રીસમાં 37 ટકાથી વધુ પ્રોપર્ટી ખરીદી હતી. આ રેશિયો વધ્યો હોવા પાછળનું કારણ ગ્રીસની નવી નીતિના અમલીકરણનો ભય છે. ગ્રીસમાં ગોલ્ડન વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, આ નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ થવાના હોવાથી ભારતીયો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી ગ્રીસમાં કાયમી નાગરિકતા (PR) મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
નવા નિયમથી રોકાણ મર્યાદા બમણાથી વધી
પ્રોપર્ટી ડેવલપમેન્ટ ફર્મના જણાવ્યા પ્રમાણે, 1 સપ્ટેમ્બર પહેલાં ભારતીયો આશરે રૂ. 2.5 કરોડનું રોકાણ કરી યુરોપમાં પરમિનન્ટ રેસિડેન્સી (PR) હાંસલ કરી શકતા હતાં. પરંતુ હવે 1 સપ્ટેમ્બર બાદથી પીઆર હાંસલ કરવા ગ્રીસના મોટા શહેરોમાં ઓછામાં ઓછું રૂ. 8 કરોડનું રોકાણ કરવુ પડશે, જ્યારે નાના ટીઅર-2 શહેરોમાં રૂ. 4 કરોડનું રોકાણ કરવુ પડશે, જે અગાઉ રૂ. 2.5 કરોડ હતું.
Indian HNIs Are Securing Greek Residency Through Real Estate Ahead Of Golden Visa Investment Requirement Increase Of 220% – https://t.co/S4BLHumPFs
— Curly Tales (@CurlyTalesIndia) September 19, 2024
આ પણ વાંચો –Israeli Armyનો લેબનોનમાં મોટો હવાઇ હુમલો, ચોતરફ હાહાકાર
આરોગ્ય સંભાળ અને શિક્ષણ સાથે નાગરિકતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીસ(Greece) માં જમીન ખરીદ્યા બાદ લોકોને સારી હેલ્થ કેર, શિક્ષણ અને અન્ય પાયાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર,જે ભારતીયો પહેલા યુરોપિયન યુનિયનમાં પેરોસ અને ક્રેટ જેવા ટાપુઓ પર જતા હતા, હવે ગ્રીસ તેમની પ્રથમ પસંદગી છે. તમને જણાવી દઈએ કે ભારતીયો, પાકિસ્તાનીઓ સહિત વિશ્વના અન્ય દેશોના લોકો પણ ગ્રીક સરકારની ગોલ્ડન વિઝા યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગ્રીસમાં પ્રોપર્ટીના દર વાર્ષિક ધોરણે 10 ટકાના પ્રભાવશાળી દરે વધી રહ્યા છે.
ભારતીયોએ બાંધકામ હેઠળની મિલકતમાં ખરીદી વધારી
લેપ્ટોસ એસ્ટેટના ગ્લોબલ માર્કેટિંગ ડિરેક્ટર સંજય સચદેવે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ભારતીયોએ ગ્રીસમાં પ્રોપર્ટી ખરીદવામાં રસ દાખવ્યો હતો. આ કારણે અમે અમારા ઉપલબ્ધ યુનિટ વેચી દીધા હતા. ઘણા રોકાણકારોએ એવા મકાનો પણ ખરીદ્યા હતા કે જેઓ બાંધકામ હેઠળ છે અને તે 6-12 મહિનામાં તૈયાર થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો-Unit 8200…જેનું નામ પડતાં જ વિશ્વના બધા દેશો હવે ધ્રુજવા લાગ્યા….
ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ શું છે?
ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ 2013માં શરૂ થયો હતો. આ અંતર્ગત વિદેશી નાગરિકો ગ્રીસ ગવર્નમેન્ટ બોન્ડ, રિયલ એસ્ટેટ અને અન્ય કેટલાક સાધનોમાં રોકાણ કરીને ગ્રીસની નાગરિકતા મેળવી શકે છે. આ પ્રોગ્રામ ભારતના ધનિકોમાં પ્રચલિત છે. ઘણા શ્રીમંત ભારતીયોએ ગ્રીસમાં ભાડાની આવક, EUમાં વ્યવસાય શરૂ કરવા અને સારી હેલ્થકેર અને શિક્ષણ માટે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે.
આ પણ વાંચો–Pager Blast in Lebanon : ઈઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની કરી શરૂઆત, હિઝબુલ્લાને સ્પષ્ટ સંકેત
કોવિડ પછી ગ્રીસ નાગરિકતાનું પ્રમાણ વધ્યું
નવા નિયમોના અમલ પહેલા ઘણાં શ્રીમંત ભારતીયોએ પેરોસ, ક્રેટે અને સેન્ટોરિની જેવા ગ્રીસ ટાપુઓમાં રોકાણ કર્યું હતું. ગ્રીસમાં ભાડાની ઉપજ લગભગ 3-5 ટકા છે, જ્યારે મિલકતની કિંમતમાં વાર્ષિક 10 ટકાના દરે વધારો થતો રહે છે. કોવિડ મહામારી પછી, ગ્રીસમાં ભારતીયો વધુને વધુ મિલકત ખરીદી રહ્યા છે. પોર્ટુગલ, સ્પેન અને આયર્લેન્ડે તેમના પીઆર પ્રોગ્રામ બંધ કરતાં ધનિક ભારતીયો સાયપ્રસમાં મિલકત ખરીદી રહ્યા છે.