+

Surat : ડિંડોલીમાં 28 વર્ષીય યુવકે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું, કારણ ચોંકાવનારું!

ડિંડોલીમાં (Surat) યુવકે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી સુરતમાં છેડતીની ફરિયાદ બાદ યુવકે આપઘાત કર્યો યુવક અપરિણીત હતો અને મજૂરી કામ કરતો હતો સુરતનાં (Surat) ડિંડોલીમાં યુવકે આપઘાત કર્યાની ઘટના…
  1. ડિંડોલીમાં (Surat) યુવકે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી
  2. સુરતમાં છેડતીની ફરિયાદ બાદ યુવકે આપઘાત કર્યો
  3. યુવક અપરિણીત હતો અને મજૂરી કામ કરતો હતો

સુરતનાં (Surat) ડિંડોલીમાં યુવકે આપઘાત કર્યાની ઘટના બની છે. યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ થતાં ધરપકડનાં ડરથી 28 વર્ષીય યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની પોલીસને હાલ આશંકા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવક અપરિણીત હતો અને મજૂરી કામ કરતો હતો.

 આ પણ વાંચો – Gandhinagar : એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

બાળકી સાથે છેડતીની થઈ હતી ફરિયાદ

સુરતનાં (Surat) ડિંડોલી વિસ્તારમાં યુવકનાં આપઘાતની ઘટના બની છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ડિંડોલી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય નયન સુખાભાઈ પટેલે ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નયન સામે બાળકી સાથે છેડતી કરવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં (Dindoli Police Station) નોંધાઈ હતી. આથી, પોલીસને આશંકા છે કે ફરિયાદ બાદ ધરપકડના ડરથી નયને આ પગલું ભર્યું હશે.

આ પણ વાંચો – Surat : 4 વર્ષનાં માસૂમે હજી તો દુનિયા પણ નહોતી જોઈ અને તાવ બની ગયો “કાળ”!

મૃતક અપરિણીત હતો, મજુરી કામ કરતો હતો

પોલીસ (Dindoli Police) તપાસ અનુસાર, નયન પટેલ અપરિણીત હતો અને તે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. પોલીસ ફરિયાદ બાદથી નયન સતત તાણમાં રહેતો હતો. જો કે, નયનની આત્મહત્યા પાછળ સાચું કારણ શું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ, આપઘાત પાછળનું સાચુ કારણ સામે આવ્યું નથી.

 આ પણ વાંચો – Gandhinagar : દેહગામની ગોઝારી ઘટનાને લઈ PM મોદી, CR પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું, સો. મીડિયા પોસ્ટમાં કહી આ વાત

Whatsapp share
facebook twitter