+

નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં લાલુ પરિવારની મુશ્કેલી વધી

લાલુ પરિવાર સામે ફરી કાર્યવાહી જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં મુશ્કેલીઓ વધી લાલુ, તેજસ્વી અને તેજ પ્રતાપને સમન્સ મનમોહન સરકાર સમયે આ કૌભાંડ કરાયું હોવાનો દાવો Land For Job Scam : …
  • લાલુ પરિવાર સામે ફરી કાર્યવાહી
  • જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં મુશ્કેલીઓ વધી
  • લાલુ, તેજસ્વી અને તેજ પ્રતાપને સમન્સ
  • મનમોહન સરકાર સમયે આ કૌભાંડ કરાયું હોવાનો દાવો

Land For Job Scam :  નોકરીના બદલામાં જમીનના કૌભાંડમાં લાલુ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. કોર્ટ દ્વારા ફરી એકવાર સમન્સ મોકલવામાં આવ્યા છે, જેમાં લાલુ યાદવ (Lalu Prasad Yadav), તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય ઘણા લોકોના નામ સામેલ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા 7 ઓક્ટોબરે આ બધાને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ ‘નોકરીના બદલામાં જમીન’ સંબંધિત મની લોન્ડરિંગ કેસનો છે, જેમાં આ તમામ આરોપીઓને સમન્સ જારી કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ પહેલીવાર છે જ્યારે તેજ પ્રતાપ યાદવને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હોય.

નોકરીના બદલામાં જમીન

લાલુ યાદવ અને તેમના પરિવાર પર આરોપ છે કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન (2004 થી 2009) રેલ્વેમાં નોકરીઓ આપવાના બદલામાં લોકો પાસેથી જમીન મેળવી હતી. આ કૌભાંડનો કાળ છે જ્યારે લાલુ યાદવ મનમોહન સિંહની સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે આ કૌભાંડમાં નોકરી માટે લોકોને પોતાની જમીન લાલુ અને તેમના પરિવાર (Lalu and his Family) ને બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓની જમીન લાલુના પરિવારના નામે ટ્રાન્સફર કરાવી, જ્યારે કેટલીક જમીન તેમના નજીકના સંબંધીઓના નામે કરાવી હતી. આ મામલે કોર્ટે લાલુ યાદવ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, અખિલેશ્વર સિંહ, હજારી પ્રસાદ રાય, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ, કિરણ દેવીને 7 ઓક્ટોબરે સમન્સ પાઠવ્યા છે.

CBI અને EDના દાવા

CBIના રિપોર્ટ અનુસાર, 2004 અને 2009ની વચ્ચે, બિહારના ઘણા લોકોની રેલ્વેમાં, ખાસ કરીને ગ્રુપ-ડીની પોસ્ટ પર, અલગ અલગ શહેરોમાં (મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુર) નિયમ વિરુદ્ધ નિમણૂક કરવામાં આવી હતી. જેના બદલામાં નોકરી મેળવનારોએ પોતાની જમીન લાલુના પરિવારને આપી દીધી હતી. આ સિવાય, એક કંપની એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના નામે પણ જમીનો આપવામાં આવી હતી, જે પાછળથી લાલુ પરિવારના કબજામાં આવી ગઈ હતી. ED એ આ કેસની તપાસ કરતાં જણાવ્યું કે આ નિમણૂક બિનકાયદેસર રીતે કરાઈ હતી અને આ ભરતીઓ માટે કોઈ જાહેરાત આપવામાં આવી નથી. EDના જણાવ્યા અનુસાર, આ જમીન જબલપુર સ્થિત પશ્ચિમ મધ્ય ઝોનમાં 2004 થી 2009 વચ્ચે કરવામાં આવેલી નિમણૂક સાથે જોડાયેલી છે. EDના દાવા મુજબ, આ કેસ મની લોન્ડરિંગનો છે, જેમાં જમીનના બદલામાં નોકરીની વ્યવસ્થા કરાઈ હતી.

આ પણ વાંચો:   ‘મારા કાર્યક્રમમાં કોઇ કોંગ્રેસના કૂતરા ઘૂસવાનો પ્રયત્ન કરશે તો…’ MLA નું વિવાદિત નિવેદન

Whatsapp share
facebook twitter