Ratan Tata no more : Tata Sons ના માનદ પ્રમુખ Ratan Tata ની હાલત નાજુક છે. તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલોના જણાવ્યા અનુસાર, Ratan Tata ની તબિયત ગંભીર છે. સોમવારે પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, થોડા કલાકો પછી Ratan Tata એ એક નિવેદનમાં કહ્યું કે તેમની ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે, તેમની નિયમિતપણે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
ખોટી માહિતી ના ફેલાવવા માટે પણ અપીલ કરી
પરંતુ સંજોગોવશાત આજરોજ મુંબઈ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ અનેક દિવસોથી હોસ્પિટલમાં ખાસ સારવાર હેઠળ હતાં. તે ઉપરાંત તેમના સ્વાસ્થ્ય અંગે પણ સૂચના તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકઉન્ટ ઉપરથી કરવામાં આવી હતી. Ratan Tata એ કહ્યું હતું કે, તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી અને તેઓ વય-સંબંધિત રોગોની તપાસ ચાલી છે. મારી ઉંમરને લગતી બીમારીઓને કારણે અત્યારે મારી મેડિકલ તપાસ થઈ રહી છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. જોકે Ratan Tata એ લોકોને ખોટી માહિતી ના ફેલાવવા માટે પણ અપીલ કરી.
આ પણ વાંચો: Ratan Tata ની તબિયત લથડી! મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા
Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD
— Narendra Modi (@narendramodi) October 9, 2024
Tata ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા હતાં
અબજોપતિ ઉદ્યોગપતિ Ratan Tata હવે 86 વર્ષના છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી Tata ગ્રૂપના ચેરમેન હતાં અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતાં. દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક Tata ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા હતાં. જો આપણે Ratan Tata ના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ હતાં.
આ પણ વાંચો: છેલ્લે EVM જ હાથમાં આવ્યું! કોંગ્રેસે હરિયાણા ચૂંટણી પરિણામોની તપાસ કરાવવાની માંગ કરી