+

Rain in Gujarat : રાજ્યનાં આ જિલ્લાઓમાં મેહુલિયો મન મૂકી વરસ્યો, સુરતમાં 700 વિદ્યાર્થી ફસાયા!

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ સુરતમાં સગરામપુરામાં સિંમઘા સ્કૂલમાં 700 વિદ્યાર્થીઓ ફસાયાં અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ભરૂચ, પંચમહાલમાં વરસાદ Rain in Gujarat : રાજ્યમાં ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે. આજે…
  1. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ
  2. સુરતમાં સગરામપુરામાં સિંમઘા સ્કૂલમાં 700 વિદ્યાર્થીઓ ફસાયાં
  3. અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ભરૂચ, પંચમહાલમાં વરસાદ

Rain in Gujarat : રાજ્યમાં ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે. આજે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સુરત (Surat), અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ભરૂચ, ખેડા, નડિયાદ (Nadiad), પંચમહાલ સહિતનાં વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં સગરામપુરા વિસ્તારમાં સિંમઘા સ્કૂલમાં 700 વિદ્યાર્થીઓ ફસાયા હતા. શાળાની બહાર જ પાણી ભરાતા વાલીઓ અને શિક્ષકો ચિંતામાં મૂકાયા હતા.

આ પણ વાંચો – Surat : મેઘાની તોફાની બેટિંગ! ઉધના, વેસુ, જૂની RTO રોડ પર ઘૂંટણસમા પાણી!

સગરામપુરામાં 700 વિદ્યાર્થીઓ ફસાયા

મેહુલિયો નવરાત્રિ બગાડશે એવી ચર્ચાઓ વચ્ચે આજે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં વરસાદે (Rain in Gujarat) માઝા મૂકી હતી. સુરતની વાત કરીએ તો આજે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ (Ring Road Textile Market), જૂની RTO રોડ, ઉધના દરવાજા (Udhana Darwaza), અઠવાલાઇન્સ, મજુરા ગેટ અને વેસુનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સગરામપુરા વિસ્તારમાં તો સિંમઘા સ્કૂલની (Simgha School) બહાર જ વરસાદી પાણી ભરાતાં 700 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા. જો કે, ફાયર વિભાગનાં જવાનોએ સમયસર ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. પાણીની અંદર ફાયરનાં જવાનોએ દોરડા બાંધી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યુ હતું. તમામ વિદ્યાર્થીઓને બચાવી હેમખેમ ઘરે મોકલ્યા હતા. શાળાનાં શિક્ષકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. શાળા સંચાલકોએ ફાયર વિભાગનાં (Fire Department) જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો – VADODARA : પૂરગ્રસ્ત વેપારીઓને રૂ. 12 કરોડની સહાયની સીધી બેંક ખાતામાં ચૂકવણી

આ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો

બીજી તરફ આજે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar), નવસારી, ભરૂચ, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદનાં નારોલ, CTM, વટવા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગાંધીનગરનાં દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તાર લીહોડા, કડજોદરા, જિંડવા સહિતનાં ગામમાં વરસાદ ખાબક્યો હતો. નવસારીમાં (Navsari) જલાલપોર, ચીખલી, ગણદેવી, વાંસદા, ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચ (Bharuch) જિલ્લામાં સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, ફાંટા તળાવ, તળાવ દાંડિયા બજાર સહિતનાં વિસ્તારો પણ વરસાદી પાણીથી ભરાયા હતા. ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદમાં ખાત્રજ, મોકવા સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ (Rain in Gujarat) નોંધાયો હતો. આ ઉપરાંત, પંચમહાલના ઘોઘંબા, ગીર જંગલ તથા ઉના ગીરગઢડા, ઉના, ગીરગઢડાના ધોકડવા, જસાધાર, જુના ઉગલામાં વરસાદી માહોલથી લોકોને ભારે ઉકળાટ અને બફારાથી રાહત મળી હતી.

ક્યાં કેટલો વરસાદ ખાબક્યો ?

આજે રાજ્યનાં 63 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ જિલ્લાનાં વાપીમાં 1 ઇંચ વરસાદ, નવસારીનાં (Navsari) ગણદેવીમાં 2 ઇંચ વરસાદ, સુરતમાં પોણા 3 ઇંચ વરસાદ, સાબરકાંઠાનાં પ્રાંતિજમાં 1.65 ઇંચ, આણંદનાં સોજીત્રામાં 1.38 ઇંચ, પંચમહાલનાં (Panchmahal) મોરવા હડફમાં 25 મિમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો – GONDAL : વગર વરસાદે અંડરબ્રિજ નીચે પાણી ભરાયા, રેલવે તંત્રની બેદરકારી છતી થઇ

Whatsapp share
facebook twitter