-
પિતા દીકરી પર CCTV camera લગાવી નજર રાખી રહ્યા
-
મારી સાથે CCTV camera માં કોઈપણ ઘટના કેદ થશે
-
CCTV camera નો વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો
Pakistan Girls With CCTV camera : સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કહેવું મુશ્કેલ છે. ઘણી વખત Viral Video જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે આવું ખરેખર બન્યું છે કે નહીં. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનમાંથી વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં એક યુવતીએ તેના માથા પર એક CCTV camera પહેરેલ જોઈ શકાય છે.
પિતા દીકરી પર CCTV camera લગાવી નજર રાખી રહ્યા
જ્યારે એક વ્યક્તિ દ્વારા આ યુવતી સાથે આ CCTV camera ને લઈ વાતચીત કરવામાં આવે છે. ત્યારે યુવતી જણાવે છે કે, તેના પિતા તેના માથા પર લગાવેલા CCTV camera દ્વારા 24/7 તેના પર નજર રાખે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને તેના પિતાના નિર્ણયો અને તેની પ્રત્યે અવિશ્વાસ રાખે છે. ત્યારે યુવતીએ જણાવ્યું કે, મારા પિતા મારી પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કર છે, અને મારા દરેક નિર્ણયને આવકારે છે. ત્યારે પ્રશ્નકર્તા પૂછ્યું કે, તો પછી માથા પર આ રીતે CCTV camera લગાવવાનું કારણ શું છે?
આ પણ વાંચો: Houthis સેનાએ અમેરિકાના સૌથી ખતરનાક MQ-9 ડ્રોનને કર્યું ધ્વસ્ત
next level security pic.twitter.com/PpkJK4cglh
— Dr Gill (@ikpsgill1) September 6, 2024
મારી સાથે CCTV camera માં કોઈપણ ઘટના કેદ થશે
ત્યારે યુવતીએ જવાબ આપતા કહ્યું છે, કે તાજેતરમાં જે કરાચીમાં પ્રખ્યાત અકસ્માત થયો હતો. જો તેવી કોઈ સ્થિતિ મારી સાથે થાય, તો તે ઘટના આ CCTV camera માં કેદ થઈ જશે. અગાઉ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના હિટ એન્ડ રન કેસ પર કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યા હતો. જોકે આ વીડિયો એક રમૂજી વીડિયો તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં કરાચી હિટ એન્ડ રન કેસ પાકિસ્તાનમાં ચર્ચામાં રહ્યો હતો.
CCTV camera નો વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો
કરાચીના અકસ્માતમાં એક અમીર વ્યક્તિએ પૂરપાટે કાર ચલાવીને બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટનાની આરોપી મહિલાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેણી કહી રહી હતી કે, તમે મારા પિતાને ઓળખતા નથી. પાકિસ્તાનમાં આ ઘટનાનો ભારે વિરોધ થયો હતો. તે ઉપરાંત આ આરોપી મહિલાને જામીન પણ મળી ગયા છે. તો બીજી તરફ CCTV camera નો વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.
આ પણ વાંચો: Drunk Auto Driver એ ટ્રાફિક મેન સાથે મારપીટ કરી માર્યા થપ્પડ, જુઓ…