+

મેક્સિકો બોર્ડરથી America માં ગેરકાયદે પ્રવેશવા જતાં 150 થી વધુ ઝડપાયા, મોટાભાગનાં ગુજરાતીઓ!

વિદેશ જવાની છેલછાંમાં ઘણી વખત લોકો એવા નિર્ણય લે છે કે જે તેમને ભારે મુશ્કેલીમાં મૂકી દે છે. કોઈ પણ ભોગે વિદેશ જવાની લ્હાયમાં ઘણી વખત લોકો છેતરપિંડીનો શિકાર થતા…

વિદેશ જવાની છેલછાંમાં ઘણી વખત લોકો એવા નિર્ણય લે છે કે જે તેમને ભારે મુશ્કેલીમાં મૂકી દે છે. કોઈ પણ ભોગે વિદેશ જવાની લ્હાયમાં ઘણી વખત લોકો છેતરપિંડીનો શિકાર થતા હોય છે તો ક્યારેક જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે હવે વધુ એક એવી ઘટના સામે આવી છે, જેમાં ગેરકાયદેસર રીતે અમેરિકા (America) જવાનો પ્રયાસ કરતા કુલ 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટાભાગનાં લોકો ગુજરાતી હોવાનો દાવો કરાયો છે. ઝડપાયેલા તમામ લોકોને ભારત (India) ડિપોર્ટ કરાશે.

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં 150 થી વધુ ઝડપાયા

અમેરિકામાં (America) અન્ય દેશોનાં નાગરિકો દ્વારા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારાનાં કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે અમેરિકાની સરકારે પણ આ ગંભીર સમસ્યા સામે બાંયો ચઢાવી છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. દરમિયાન, માહિતી મળી છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કુલ 150 થી વધુ લોકોની અમેરિકાની એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ લોકો મેક્સિકોની બોર્ડર (Mexico Border) પરથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝડપાયેલા લોકોમાં સૌથી વધુ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતીઓમાં પણ સૌથી વધુ સંખ્યા ઉત્તર ગુજરાતનાં (North Gujarat) લોકોની છે. ધૂસણખોરી કરવા માટે અસાયલમનું (રાજકીય પાર્ટીથી ખતરો હોવા સહિતનાં કારણો) બહાનું ન ચાલ્યું. ઝડપાયેલા તમામ લોકોને ભારત ડિપોર્ટ કરાશે.

ઉ. ગુજરાતના યુવાનો વિઝા/પરમિટ વગર ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકા પહોંચ્યા

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, લગભગ એક માસ પહેલા ઉત્તર ગુજરાતમાંથી (North Gujarat) કેટલાક યુવાનો અમેરિકા જવા માટે નીકળ્યા હતા. આ તમામ યુવાનો કોઈ એજન્ટ થકી વિઝા કે પરમિટ વગર ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાનાં (Latin American) કોઈ દેશમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી ચાલતા મેક્સિકો પહોંચ્યા હતા. અહીંથી તેઓ અમેરિકા જવાના હતા, પરંતુ આ પહેલા જ તેઓ ઝડપાઈ ગયા. માહિતી છે કે, મેક્સિકો (Mexico) પહોંચ્યા બાદ એજન્ટોએ યુવાનોનાં પાસપોર્ટ પર મેક્સિકોનાં નકલી સ્ટિકર ચોંટાડ્યા હતાં. એજન્ટોનું નેટવર્ક ભારતમાં દિલ્હીમાં (Delhi) હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયેલા આ તમામ લોકોને ભારત (India) ડિપોર્ટ કરાયાં બાદ તેમના પર કેસ થવાની પણ વકી છે.

 

આ પણ વાંચો – Rajkot: ભાજપ નેતાને રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, ફટકાર્યો દંડ

આ પણ વાંચો – VADODARA : તસ્કરોના નાઇટ પેટ્રોલીંગને પગલે લોકોમાં ફફડાટ

આ પણ વાંચો – ભારતની અર્થવ્યવસ્થા ‘ફ્રજાઈલ ફાઇવ’ હતી, આજે વિશ્વમાં 5 માં નંબરે છે : Hardeep Singh Puri

Whatsapp share
facebook twitter