+

પેરિસ પેરાલિમ્પિક્સમાં સિમરન શર્માએ જીત્યો Bronze, ભારતના મેડલની સંખ્યા હવે 28 થઇ

ભારતને વધુ એક મેડલ મળ્યો પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં Simran Sharma એ જીત્યો બ્રોન્ઝ મેડલ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા 28 થઇ Paris Paralympics 2024 : ભારતીય પેરા એથ્લેટ સિમરન…
  • ભારતને વધુ એક મેડલ મળ્યો
  • પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં Simran Sharma એ જીત્યો બ્રોન્ઝ મેડલ
  • પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા 28 થઇ

Paris Paralympics 2024 : ભારતીય પેરા એથ્લેટ સિમરન શર્મા (Simran Sharma) એ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં 24.75 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિમરે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું અને આ ઇવેન્ટમાં ત્રીજા ક્રમે પોડિયમ પર સ્થાન મેળવ્યું. ક્યુબાની ઓમારા દુરાન્ડે 23.62 સેકન્ડમાં રેસ પૂરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે વેનેઝુએલાની એલેજાન્ડ્રા પેરેઝે 24.19 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ભારત માટે પેરિસ પેરાલિમ્પિક્સનો 28મો મેડલ છે.

પેરા એથ્લેટિક્સમાં ભારતનો આ 16મો મેડલ

પેરાલિમ્પિક્સમાં T12 વર્ગીકરણ દૃષ્ટિહીન ખેલાડીઓ માટે છે. સિમરને 6 સપ્ટેમ્બરે આ ઈવેન્ટમાં 25.03 સેકન્ડમાં રેસ પૂરી કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિમરન (Simran) અગાઉ તેની હીટમાં ટોચ પર હતી અને 25.41 સેકન્ડના સમય સાથે સેમિફાઇનલમાં પ્રવેશી હતી. આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પેરાલિમ્પિક્સમાં જોવા મળ્યું છે, જેમાં તેણે રેકોર્ડ કુલ 28 મેડલ જીતવામાં સફળતા મેળવી છે. જેમાં 6 ગોલ્ડ ઉપરાંત 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે. પેરા એથ્લેટિક્સની વિવિધ ઈવેન્ટ્સમાં ભારત તરફથી સૌથી વધુ 16 મેડલ આવ્યા છે. આ ઉપરાંત પેરા બેડમિન્ટનમાં 5, પેરા શુટીંગમાં 4, પેરા આર્ચરીમાં 2 અને પેરા જુડો ઈવેન્ટમાં 1 મેડલ જીતવામાં સફળતા મળી છે.

આ પેરા એથ્લેટ્સે ગોલ્ડ મેડલ જીત્યા હતા

ભારત પેરિસ પેરાલિમ્પિક્સમાં 6 ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું છે, જેમાં હરવિંદર સિંહ, અવની લખેરા, પ્રવીણ કુમાર, સુમિત, ધરમબીર અને નિતેશ કુમારનું નામ સામેલ છે. તેમાંથી સૌથી વધુ ગોલ્ડ મેડલ પેરા એથ્લેટ ઈવેન્ટ્સમાં આવ્યા છે. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ 5 ગોલ્ડ જીત્યા હતા, જેને ખેલાડીઓ આ વખતે પાછળ છોડવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો:  Rahul Dravid ની થઇ ઘર વાપસી! શું 16 વર્ષ પછી IPL ટ્રોફીનો દુષ્કાળ ખતમ થશે?

Whatsapp share
facebook twitter