+

જાણો World Theatre Day નો સંપૂર્ણ ઇતિહાસ અને ભારતીય રંગમંચની રોચક વાતો

World Theatre Day 2024: વિશ્વભરના લોકોમાં થિયેટર પ્રત્યે ખુબ જ લગાવ જોવા મળે છે. વિશ્વમાં 27 માર્ચને વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રંગમંચ એ લાગણી સાથે સંવાદ અન…

World Theatre Day 2024: વિશ્વભરના લોકોમાં થિયેટર પ્રત્યે ખુબ જ લગાવ જોવા મળે છે. વિશ્વમાં 27 માર્ચને વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રંગમંચ એ લાગણી સાથે સંવાદ અન અભિમયનો અદ્ભૂત સંગમ છે. વિશ્વભરની વિવિધ કળા, સંસ્કૃતિ અને પરંપરાઓને લોકો સુધી પહોંચાડવા માટે રંગભૂમિ એ એક ઉત્તમ માધ્યમ છે. કલાકારો માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે. આ દિવસે ખાસ કલાકારોને સન્માનિત પણ કરવામાં આવતા હોય છે. ઘણાં લોકો આ દિવસને માત્ર મનોરંજન તરીકે જ જાણે છે. પરંતુ એવું નથી. આ સાથે થિયેટર પણ નાટકો દ્વારા લોકોને સામાજિક સમસ્યાઓથી વાકેફ કરે છે. સમાજનો વિકાસ કરવા માટે અને સાચો સંદેશ આપવા માટે પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો જાણીએ આખરે 27 માર્ચે કેમ વિશ્વ રંગમંચ દિવસ ઉજવવામાં આવે છે.

1961 થી વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી શરુ થઈ

તમને જણાવી દઈએ કે, ઈ.સ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી. વધુ વાત કરી તો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એ યુનેસ્કોની સહયોગી સંસ્થા છે. આ સંસ્થાનું કામ વિશ્વકક્ષાએ થિયેટરને પ્રોત્સાહન આપવાનું છે. ઉલ્લેખનીય છે કે, 1962 માં પ્રખ્યાત નાટ્યકાર જીન કોક્ટેઉએ વિશ્વ રંગભૂમિ દિવસ માટે પ્રથમ સંદેશ લખ્યો હતો.

ડાયોનિસસનું થિયેટર એ વિશ્વનું સૌથી જૂનું થિયેટર

નાટકોની વાત કરવામાં આવે તો પ્રથમ નાટકો એથેન્સમાં એક્રોપોલિસ પર સ્થિત ડાયોનિસસના થિયેટરમાં યોજાયા હતા. જે પછી ગ્રીસમાં તેની એટલી અસર થઈ કે લોકો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા લાગ્યા. આ નાટક પાંચમી સદીની શરૂઆતનું હોવાનું મનાય છે. ડાયોનિસસનું થિયેટર એ વિશ્વનું સૌથી જૂનું થિયેટર છે, જેનું નિર્માણ 6ઠ્ઠી સદી બીસીમાં થયું હતું. આ દિવસે વિશ્વભરમાંથી એક થિયેટર કલાકારની પસંદગી કરવામાં આવે છે, જે વિશ્વ રંગભૂમિ દિવસ પર દરેકને ખાસ સંદેશ રજૂ કરે છે. આ સંદેશ લગભગ 50 ભાષાઓમાં અનુવાદિત થાય છે અને વિશ્વભરના અખબારોમાં પ્રકાશિત પણ કરવામાં આવે છે.

ભારતીય રંગમંચ પર ભજવાતું નાટક

રંગમંચને લઈને જો ભારતની વાત કરવામાં આવે તો ભારતનો ઇતિહાસ ખુબ જ ભવ્ય છે. ભારતના પ્રખ્યાત ભારતીય રંગમંચ કલાકાર ગિરીશ કર્નાડને 2002 માં વિશ્વ રંગમંચના દિવસે સન્માનિત કરવામાં આવ્યાં હતા. જે ભારત માટે ખુબ જ ગર્વની વાત છે. એવું કહેવાય છે કે વિશ્વમાં પ્રથમ નાટકનું મંચન પાંચમી સદીની શરૂઆતમાં એથેન્સમાં થયું હતું.

જાણો આ વર્ષે કઈ થીમ રાખવામાં આવી?

દુનિયાભરમાં આજે 90થી પણ વધારે ITI કેન્દ્રો વિવિધ રીતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરે છે. આ ઉપરાંત થિયેટર, થિયેટર કલાકારો, નાટ્યપ્રેમીઓ, થિયેટર યુનિવર્સિટીઓ, અકાદમીઓ અને શાળાઓ પણ તેની ઉજવણી કરે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્લ્ડ થિયેટર ડે 2024 ની થીમ ‘થિયેટર અને શાંતિની સંસ્કૃતિ’ રાખવામાં આવી છે.

ભારતીય રંગમંચ પણ ભારતીય સંસ્કૃતિને એક મહત્વનો ભાગ

તમને જમાવી દઈએ કે, ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિઓમાંની એક છે. જેનું દરેક પાસું તેની સુંદરતા દર્શાવે છે. ભારતનો ઇતિહાસ ખુબ જ ભવ્ય રહ્યો છે. ભારતમાં કોઈ પણ ક્ષેત્ર એવું નહોતું કે તે ફળ્યુફાલ્યુ ના હોય! ભારતીય રંગમંચ પણ ભારતીય સંસ્કૃતિને એક મહત્વનો ભાગ છે. વિગતે વાત કરીએ તો, એશિયા અને યુરોપમાં સૌથી પ્રાચીન રંગમંચોમાં ભારતીય રંગમંચ સૌથી પ્રાચીન છે.ભારતમાં ક્લાસિકલ થિયેટરનું સૌથી પહેલું સ્વરૂપ સંસ્કૃત થિયેટર હતું જે પશ્ચિમમાં ગ્રીક અને રોમન થિયેટરોના વિકાસ પછી અસ્તિત્વમાં આવ્યું હતું.

ભારતીય રંગમંચ પર ભજવાતું નાટક

ભારતીય નાટ્યશાસ્ત્ર વિશ્વનું સૌથી જૂનું નાટ્ય ગ્રંથ

ભારતના ભવ્ય રંગમંચના ઇતિહાસની વાત કરીએ તો ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર એ વિશ્વનું સૌથી જૂનું નાટ્ય ગ્રંથ છે, જેમાં નાટકના દસ વર્ગીકરણનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતીય પૌરાણિક કથાઓ અનુસાર, શરૂઆતમાં નાટક દાનવો પર દેવતાઓના વિજય જેવા દૈવી પ્રસંગો પર કરવામાં આવતું હતું. ભારતમાં થિયેટર એક કથાના રૂપમાં શરૂ થયું, જેમાં પઠન, ગાયન અને નૃત્ય થિયેટરના અભિન્ન અંગો બની ગયા. ભારતીય વાર્તાઓ, સાહિત્ય અને કલાના અન્ય તમામ સ્વરૂપોને ભૌતિક સ્વરૂપમાં રજૂ કરવા માટે રંગભૂમિની રચના કરવામાં આવી હતી.

ભારતના અનેક લેખકોએ નાટકો લખ્યા છે

ભારતમાં રંગમંચ એક સમૃદ્ધ પરંપરા રહીં છે. કારણ કે, ભારતીય સંસ્કૃતિને ઊંડાણથી વાત કરીએ તો ભારતના અનેક પ્રાચીન લેખકોએ નાટકો લખ્યા છે. ખાસ કરીને કવિ કાલિદાસ અને પંડિત વિષ્ણુશર્મા જેમણે હજારો વર્ષો પહેલા નાટકો લખ્યા છે અને એ પણ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષા સંસ્કૃતમાં લખ્યાં છે. જેને આજે પણ સરળતાથી ભજવી શકાય છે.

આ પણ વાંચો: NRI Voting Rights : શું NRI લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે છે?, જાણો ભારતનું બંધારણ શું કહે છે…

આ પણ વાંચો: જાણો કેમ 22 માર્ચે જ World Water Day ઉજવાય છે? આ વર્ષની થીમ છે એકદમ ખાસ

આ પણ વાંચો: Kidney Transplanted : વિશ્વમાં પ્રથમ વખત ડુક્કરની કિડની માનવમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ અને પછી…

Whatsapp share
facebook twitter