- ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નિવેદન
- ઇઝરાયલે છેલ્લા કેટલાક દિવસોમાં દુશ્મનોને કરારો જવાબ આપ્યો
- અમે નુકસાન પહોંચાડનારાઓ સામે હિસાબ પૂરો કરીશુ
Benjamin Netanyahu : બુધવારે ઇરાનમાં ઉગ્રવાદી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની કરાયેલી હત્યા બાદ વિશ્વમાં ભારે ટેંશન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેની સાથે હિઝબુલના વરિષ્ઠ કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કરાયો હતો. ફુઆદ શુકરને લેબનોનમાં ઘૂસ્યા બાદ ઈઝરાયેલ દ્વારા મારવામાં આવ્યો હતો. હાનિયાની હત્યામાં ઈઝરાયેલનો હાથ હોવાનું કહેવાય છે. દરમિયાન, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ પહેલીવાર બંને હત્યા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઇઝરાયલે છેલ્લા કેટલાક દિવસોમાં દુશ્મનોને કરારો જવાબ આપ્યો છે.
ઇઝરાયલે હાનિયાની હત્યા પાછળ ન તો પુષ્ટિ કરી છે કે નકારી કાઢી છે
રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, નેતન્યાહૂએ હાનિયાની હત્યામાં ઇઝરાયેલની સંડોવણીનો દાવો કર્યો ન હતો. વાસ્તવમાં, ઇઝરાયલે હાનિયાની હત્યા પાછળ ન તો પુષ્ટિ કરી છે કે નકારી કાઢી છે. નેતન્યાહુએ કહ્યું, “ત્રણ અઠવાડિયા પહેલા અમે હમાસના સૈન્ય વડા મોહમ્મદ ડેઇફને માર્યો હતો. બે અઠવાડિયા પહેલા અમે હુતી બળવાખોરોને નિશાન બનાવ્યા હતા, જે હવાઈ દળ દ્વારા કરવામાં આવેલા સૌથી દૂરના હુમલાઓમાંનું એક હતું. ગઈકાલે અમે હિઝબુલ્લાહના લશ્કરી વડા ફુઆદ શુકર પર હુમલો કર્યો હતો.”
અમે નુકસાન પહોંચાડનારાઓ સામે હિસાબ પૂરો કરીશુ
સીએનએનના અહેવાલ અનુસાર, નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયેલ પડકારજનક દિવસોનો સામનો કરી રહ્યું છે અને તે ચોક્કસ હિસાબ લેશે. ઇઝરાયલના પીએમએ કહ્યું, “આ પડકારજનક સમય છે. બેરૂત તરફથી ખતરો છે. અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. જે અમને નુકસાન પહોંચાડશે, જે અમારા બાળકોનો નરસંહાર કરશે, જે અમારા નાગરિકોને મારી નાખશ, જે અમારા દેશને નુકસાન પહોંચાડશે, અમે તેની સાથે સ્કોર સેટ કરીશું, તેના માથા પર ખતરો છે.”
“We have launched strikes against three fronts in the last few days”
Israeli Prime Minister Benjamin Netanyahu address the nation following the targeted assassination of Hamas leader Ismail Haniyeh in Iran and a top Hezbollah commander in Beirut pic.twitter.com/v9PF9SfIHT
— i24NEWS English (@i24NEWS_EN) July 31, 2024
ઇઝરાયલ જ્યાં સુધી તેનો ઉદ્દેશ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખશે
તેમણે વધુમાં કહ્યું કે ઇઝરાયલ જ્યાં સુધી તેનો ઉદ્દેશ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખશે. નેતન્યાહૂ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના વિશે તેમણે કહ્યું કે, “મેં તેમને હજુ પણ કંઈ આપ્યું નથી અને આજે પણ હું તેમને કંઈ આપીશ નહીં.”
હાનિયાની હત્યા પર અમેરિકાએ શું કહ્યું?
ઈસ્માઈલ હાનિયાના મોત પર અમેરિકા તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે તે એવા અહેવાલોની પુષ્ટિ કરી શકતું નથી કે ઇરાનની રાજધાની તેહરાનમાં ઇઝરાયલી હુમલામાં હમાસના વડા માર્યા ગયા હતા. અમેરિકા પણ સામાન્ય રીતે ઈઝરાયેલના માર્ગને અનુસરે છે. તે ક્યારેય હત્યાની ઘટનાઓનું સ્વીકાર કરતું નથી. જ્યાં સુધી ઇઝરાયેલ સ્વીકાર ના કરે.
આ પણ વાંચો—-Mossad : ઇઝરાયેલના દુશ્મનો માટે ‘કિલિંગ મશીન’