+

IRCTC લાવી રહી છે આ ધમાકેદાર Offer,Flight માં જવું થશે સસ્તું…

IRCTC લાવી આ ધમાકેદાર ઓફર સામાન્ય લોકો પણ માણી શકશે ફલાઈટની મુસાફરી IRCTCની 25મી વર્ષગાંઠના ગ્રાહકોને આ ખાસ ઓફર IRCTC Discount Offer:શું તમારે દિવાળી અને છઠ્ઠ પર્વ પર ઘરે જવા…
  • IRCTC લાવી આ ધમાકેદાર ઓફર
  • સામાન્ય લોકો પણ માણી શકશે ફલાઈટની મુસાફરી
  • IRCTCની 25મી વર્ષગાંઠના ગ્રાહકોને આ ખાસ ઓફર

IRCTC Discount Offer:શું તમારે દિવાળી અને છઠ્ઠ પર્વ પર ઘરે જવા માટે ટ્રેનમાં ટિકિટ નથી મળી રહી? જો તમારા રૂટની તમામ ટ્રેન ફુલ થઈ ચુકી હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. IRCTC એક એવી ઓફર લઈને આવ્યું છે. જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. આવો આ ઓફિર વિશે વિગતે જાણો. દિવાળી અને છઠ્ઠપૂજા એવા તહેવારો છે, જેને દરેક પોતાના પરિવારની સાથે ઉજવવા માગે છે. આ કારણથી આ દિવસે તમામ રૂટની રેલવે ટ્રેનો ફુલ હોય છે. અને ફલાઈટની ટિકિટ ઘણી મોંઘી થઈ જતી હોય છે. જેનાથી પરિવારની સાથે યાત્રા કરવી ઘણીવાર મુશ્કેલ થાય છે.

IRCTC ફ્લાઈટ ટિકિટ ઉપર ડિસ્કાઉન્ટ

IRCTC પોસાય તેવી અને આરામદાયક મુસાફરી માટે ખાસ ઑફર લઈને આવ્યું છે. આ અંતર્ગત IRCTC દ્વારા ઈન્ડિગોની ટિકિટ બુક કરાવનારા મુસાફરોને 12 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.હા, જો ઈન્ડિગો ફ્લાઈટ્સ તમારા શહેર અથવા તેની આસપાસ ઉડે છે, તો આ ઑફર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં, IRCTCની 25મી વર્ષગાંઠના અવસર પર ગ્રાહકોને આ ખાસ ઓફર આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે IRCTCની રચના 27 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ હતી.મર્યાદિત સમય માટે ઑફર: જો તમે પણ તમારી આગામી સસ્તી મુસાફરી કરવા માંગો છો, તો હમણાં જ IRCTC દ્વારા તમારી ટિકિટ બુક કરો. હા, 12 ટકા ડિસ્કાઉન્ટવાળી ફ્લાઇટ ટિકિટ 26 થી 28 સપ્ટેમ્બર વચ્ચે જ ઉપલબ્ધ થશે.

આ પણ  વાંચો –UP International Trade Show માં ઉપપ્રમુખે કર્યા CM ના વખાણ, કહ્યું, ઉત્તર પ્રદેશ બન્યું ઉત્તમ પ્રદેશ…

ઓફર મર્યાદિત સમય માટે છે

જો તમે પણ પોતાની આગામી પોસાય તેવી યાત્રા ચાહતા હોવ તો IRCTCના માધ્યમથી ટિકિટ અત્યારે જ બુક કરાવી લો. જી હા.. 12 ટકા ડિસ્કાઉન્ટની સાથે ફલાઈટ ટિકિટ માત્ર 26થી 28 સપ્ટેમ્બર વચ્ચે જ મળશે.મળતી માહિતી અનુસાર આ ઓફર ઈન્ડિગોની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફલાઈટ માટે માન્ય રહેશે. ખાસ વાત તો એ છે આ ઓફર હેઠળ તમે આ ત્રીજી ઑક્ટોબરથઈ લઈ 31 માર્ચ 2025 સુધીની ટિકિટ બુક કરી શકો છો. આનો અર્થ છે કે તમે શિયાળામાં પણ ઘરે જવા માગો છો તો આનો લાભ ઉઠાવી શકો છો. જો કે, આગામી તહેવારોમાં ઘરે જનાર લોકો માટે આ ઓફર ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

આ પણ  વાંચોપેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ! વિટામીનની ગોળીઓ ખતરનાક

કઈ રીતે બુક કરશો ટિકિટ

જો તમે પણ ડિસ્કાઉન્ટ ઓફસની સાથે આરામદાયક યાત્રા ઈચ્છતા હોવ તો આ માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઈટ અથવા મોબાઈલ એપ ઉપર જઈને ટિકિટ બુક કરાવવી પડશેય ડિસ્કાઉન્ટ ધરાવતી વિન્ડો આવતીકાલે સવારે ખુલી જશે.

Whatsapp share
facebook twitter