- ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનની ટીમે બીજી મેચ જીતી
- કેપ્ટન બેન સ્ટોક્સને જે રીતે સ્ટમ્પ આઉટ થયો તે જોઇને સહુ આશ્ચર્યચકિત
- ઇંગ્લેન્ડ WTC ફાઇનલની રેસમાંથી લગભગ બહાર
Ben Stokes : ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમે બીજી મેચ 152 રનથી જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. મુલતાનના મેદાન પર રમાયેલી આ શ્રેણીની બીજી મેચની ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 297 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 144ના સ્કોર સુધી જ સિમિત રહી હતી. ઈંગ્લેન્ડની ટીમની બીજી ઈનિંગ દરમિયાન તેમના કેપ્ટન બેન સ્ટોક્સ ( Ben Stokes)ને જે રીતે સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યો તે જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને થોડા સમય માટે તેના આ રીતે આઉટ થવાથી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સ્ટોક્સનું બેટ હાથમાંથી છટક્યું
મુલ્તાન ટેસ્ટ મેચના ચોથા દિવસે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 297 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે 27 ઓવરમાં 125 રનના સ્કોર સુધી 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પાકિસ્તાન તરફથી નૌમાન અલીએ ફેંકેલી 28મી ઓવરના પ્રથમ બોલ પર બેન સ્ટોક્સે આગળ વધીને શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બેટ સંપૂર્ણપણે હાથમાં છટકી ગયું હતું અને પાછળની તરફ પડી ગયું, જેને સમજવામાં સ્ટોક્સને પણ સમય લાગ્યો પરંતુ ત્યાં સુધીમાં તે ક્રિઝથી ઘણો આગળ આવી ગયો હતો અને બોલ મોહમ્મદ રિઝવાનના હાથમાં ગયો હતો અને તેણે બોલને સ્ટમ્પ પર મારવામાં સમય લીધો નહોતો. આ દરમિયાન સ્ટોક્સ ખૂબ જ આશ્ચર્યચકિત દેખાતો હતો કારણ કે તે તેના બેટને શોધી રહ્યો હતો. જોકે, તેના આઉટ થયા બાદ પાકિસ્તાની ફિલ્ડરે તેને બેટ પરત કર્યું હતું.
આ પણ વાંચો––T20 WC માં સર્જ્યો મોટો અપસેટ,આ ટીમ પહોંચી ફાઇનલમાં
The bat goes flying and Rizwan does the rest behind the stumps
Noman Ali outfoxes the England captain #PAKvENG | #TestAtHome pic.twitter.com/Q2a2GtfmsV
— Pakistan Cricket (@TheRealPCB) October 18, 2024
ઇંગ્લેન્ડ WTC ફાઇનલની રેસમાંથી લગભગ બહાર
પાકિસ્તાન સામે મુલતાન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની હાર બાદ તેના માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે. આ મેચમાં મળેલી હારને કારણે ઈંગ્લેન્ડની ટીમ WTCની ત્રીજી આવૃત્તિના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને ચોક્કસપણે છે, પરંતુ તેના પોઈન્ટ્સની ટકાવારી વધીને 43.06 થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાનની ટીમ હવે આ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રાવલપિંડીમાં 24 થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે.
આ પણ વાંચો-—Ind Vs NZ: ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત