+

VADODARA : આવતી કાલે મુખ્યમંત્રી શહેરની મુલાકાતે, વિકાસ કાર્યોની આપશે ભેટ

VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM BHUPENDRA BHAI PATEL) તા.૧૯ને શનિવારે વડોદરા (VADODARA) આવી રહ્યા છે. તેમની નિશ્રામાં વડોદરા શહેર અને જિલ્લામાં (VADODARA CITY – DISTRICT) વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા…

VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM BHUPENDRA BHAI PATEL) તા.૧૯ને શનિવારે વડોદરા (VADODARA) આવી રહ્યા છે. તેમની નિશ્રામાં વડોદરા શહેર અને જિલ્લામાં (VADODARA CITY – DISTRICT) વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. વિકાસ સપ્તાહ નિમિત્તની મુખ્યમંત્રીની આ મુલાકાત શહેર જિલ્લા માટે વિકાસ ઉત્સવ બની રહેશે. મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ ૧૦ વિભાગોના કુલ રૂ. ૫ અબજથી વધુ રકમના ૪૬૮ વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના રૂપમાં ભેટ મળશે. જેમાં કલેકટર કચેરીમાં સાંસદ સાથે લોક સંપર્ક સરળ બનાવતા અટલ જનસેવા કેન્દ્ર – અટલ ફેસીલીટેશન સેન્ટર ના શુભારંભ નો સમાવેશ થાય છે.

બી.એમ. એ .આયોજિત સ્ટાર્ટ અપ સિનર્જી કાર્યક્રમમાં હાજરી

મુખ્યમંત્રી શનિવાર તા.૧૯ મી ઓક્ટોબરના રોજ સવારના દશ વાગ્યે એરપોર્ટથી સીધા કલેકટર કચેરી જશે અને અટલ જન સેવા કેન્દ્રનો, સાંસદ ડો.હેમાંગ જોશી અને મહાનુભાવો ની ઉપસ્થિતિમાં મંગળ પ્રારંભ કરાવશે.તે પછી તેઓ ગ્રાન્ડ મર્ક્યુરી – હોટેલ સુર્યા પેલેસ ખાતે સવારના ૧૦.૩૦ કલાકે બી.એમ. એ .આયોજિત સ્ટાર્ટ અપ સિનર્જી કાર્યક્રમમાં હાજરી આપશે.

મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કરશે

તેઓ બપોરના ૧૨ વાગે સાવલી તાલુકાના કનોડા – પોઇચા ગામે નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૪૧૨ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનારા મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કરશે. તેની સાથે નજીકના મેગા કાસ્ટ એલોય કેમ્પસમાં આયોજિત વિકાસ પર્વ સભામાં ૨૧૦ સંપન્ન થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને અન્ય ૨૫૭ કામોનું ખાતમુહૂર્ત કરશે.

સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાશે

આ વિકાસ પર્વના મુખ્ય કામોમાં સિંચાઇ ની સુવિધા આપતા પોઇચા મહીસાગર વિયર ઉપરાંત પંચાયત વિભાગ રૂ. ૫૮.૬૪ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર ૪૫ રસ્તાના કામોનું તેમજ રૂ.૬.૭૭ કરોડના ખર્ચે બનનાર સાવલી એસ.ટી.ડેપોના વર્કશોપ નું ખાતમુહૂર્ત અને રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સાવલી ખેતવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિના નવા ગોદામના લોકાર્પણનો તથા અન્ય આયોજિત/ અમલિત વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાશે.

આ પણ વાંચો — VADODARA : PM મોદીના રોડ-શોની તડામાર તૈયારીઓ, અઢી કિમીના રૂટમાં આકર્ષણો ઉભા કરાશે

Whatsapp share
facebook twitter