+

રાજકોટ અગ્નિકાંડમાં IAS અને IPS અધિકારીનું કલાકો સુધી Interrogation

Interrogation : રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડમાં રાજ્ય સરકારે મંજૂરી આપવામાં બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ત્યારે ગઇ કાલે મોડી રાત સુધી આ મામલે રચાયેલી SITની ટીમે IAS અને…

Interrogation : રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડમાં રાજ્ય સરકારે મંજૂરી આપવામાં બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ત્યારે ગઇ કાલે મોડી રાત સુધી આ મામલે રચાયેલી SITની ટીમે IAS અને IPS અધિકારીની પણ કલાકો સુધી પૂછપરછ (Interrogation) કરી છે. આ અધિકારીઓ TRP ગેમઝોનની મંજૂરી બાબતે શું જાણતા હતા અને કોની બેદરકારી હોઇ શકે છે તેવા વિવિધ મુદ્દા પર પૂછપરછ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે TRP ગેમઝોનને મંજૂરીને લગતી ફાઇલો આવી હતી કે કેમ તેની પણ પૂછપરછ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની SITની ટીમે પૂછપરછ કરી

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે મોટા સમાચાર મળી રહી છે જેમાં રાજકોટ શહેરમાં હાલ ફરજ બજાવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની SITની ટીમે પૂછપરછ કરી હતી. કોની બેદરકારી હોઇ શકે છે અને તેમના વિભાગમાં ટીઆરપી ગેમઝોનને લગતી ફાઇલો આવી હતી તે દિશામાં પૂછપરછ કરાઇ હતી

કમિશનર આનંદ પટેલની પણ પૂછપરછ

ઉપરાંત SITની ટીમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની પણ પૂછપરછ કરી હતી. તેમની પાસેથી મહત્વની માહિતી અંગે પૂછપરછ કરાઇ હોવાનું જાણવા મળે છે. બંને વરિષ્ઠ અધિકારીઓની અઢી કલાક સુધી પૂછપરછ કરાઇ હોવાનું જાણવા મળે છે.

પદાધીકારીઓની પૂછપરછ થશે ?

હવે એ પણ સવાલ થઇ રહ્યો છે કે જો વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરાઇ શકે છે તો શું રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિગ ચેરમેનની પણ પૂછપરછ કરવામાં આવશે કે કેમ કારણ કે પદાધીકારીઓ પાસેથી પણ લાયસન્સ સહિતના મુદ્દે મહત્વની માહિતી મળી શકે છે.

આ પણ વાંચો– Rajkot: હત્યાકાંડ મુદ્દે HCમાં વધુ સુનાવણી, સુઓમોટો પિટિશનમાં મંગાઇ છે વચગાળાની રાહતો

આ પણ વાંચો— રાજકોટ TRP અગ્નિકાંડ મુદ્દે 6 અધિકારી સસ્પેન્ડ

Whatsapp share
facebook twitter