- મોબાઇલની સાથે સંકળાયેલો એક વીડિયો વાયરલ
- આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં બની ઘટના
- મોતને સ્પર્શીને પરત આવ્યો વ્યક્તિ
Viral Video : મોબાઈલ જોતા જોતા કામ કરવું કે રોડ ક્રોસ કરતી વખતે કે રેલ્વે ટ્રેક પર ચાલવુ કેટલું જોખમી હોઈ શકે છે તેના ઉદાહરણો ઘણી વખત સામે આવ્યા છે. હવે મોબાઇલની સાથે સંકળાયેલો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મોત એક વ્યક્તિને સ્પર્શીને જતુ રહ્યું હતું. આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટના આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં બની હતી.
વીડિયોમાં શું જોવા મળ્યું
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. ટ્રેનને આવતી જોઈને ઘણા લોકો રોકાઈ ગયા અને ટ્રેન નીકળવાની રાહ જોવા લાગ્યા પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો અને રેલવેના પાટા ઓળંગવા લાગ્યો. તેના હાથમાં ફોન હતો અને તે ફોનમાં જોતો જોતો ચાલતો હતો. તેનું ધ્યાન પાટા અને ટ્રેન તરફ ન હતું.
આ પણ વાંચો–—વીડિયોના ચક્કરમાં 630 ફૂટની ઊંચાઈથી Daredevil Influencer નીચે…
મરતા મરતા બચ્યો શખ્સ
વીડિયોમાં જોવા મળે છે કે ટ્રેન અને વ્યક્તિ આમને સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે માત્ર થોડા ડગલાંનું અંતર રહી ગયું હતું . દરમિયાન તે વ્યક્તિની નજર ટ્રેન પર પડી અને તે તુરત પાછો વળ્યો પણ ટ્રેન સાથે સહેજ ટકરાઇ ગયો. તે નસીબદાર હતો કે ઘાયલ થયા પછી, તે ટ્રેકની બાજુમાં જ પડી ગયો અને મૃત્યુથી બચી ગયો.
મહિલાએ પુરુષને રોકવાની કોશિશ પણ ન કરી
ઘટના બાદ ત્યાં હાજર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વ્યક્તિની પૂછપરછ કરી અને પ્રાથમિક સારવાર આપી. વીડિયો જોયા બાદ લાગે છે કે વ્યક્તિને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. જ્યારે તે વ્યક્તિ રેલવે ટ્રેક પર ગયો ત્યારે નજીકમાં એક મહિલા ઉભી હતી. મહિલાએ પુરુષને રોકવાની કોશિશ પણ ન કરી, જેના પર યૂઝર્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.
ફોન ઘણા લોકોના જીવ લેશે
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે એક મહિલા પણ ત્યાં ઉભી હતી. તેણે વ્યક્તિને બચાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. એક જણાએ લખ્યું કે ફોન ઘણા લોકોના જીવ લેશે. બીજાએ લખ્યું કે ત્યાં ઉભેલી મહિલા કદાચ કોઈની માતા નથી, જો હું ત્યાં હોત તો મેં તરત જ તેનું ગળું પકડી લીધું હોત. બીજાએ લખ્યું કે મોબાઈલ ફોન ખૂબ જ ખતરનાક છે, તે જીવલેણ બની શકે છે.
આ પણ વાંચો––World’s smallest washing machine ભારતીય યુવકે બનાવી, જુઓ વીડિયો