- મિશ્રમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો
- યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત
- અકસ્માતમાં 12 લોકોના મોત, 33 લોકો ગંભીર રીતે ઘાયલ
મિશ્રમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ઇજિપ્ત (Egypt)ના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઇ જતી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજિપ્ત (Egypt)ના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ ઘટના આઈન સોખના હાઈવે પર બની હતી.
વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી રહ્યા હતા…
બસ સુએઝની ગલાલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી, જેઓ આઈન સોખના હાઈવે થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે અકસ્માતનું કારણ જાહેર કર્યું નથી. અકસ્માત બાદ ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત અંગે તાત્કાલિક પોલીસ વિભાગને માહિતી આપવામાં આવી હતી.
A bus carrying university students crashes, killing 12 and injuring 33 in Egypt’s northeast https://t.co/ZnRp423nlt #worldnews #globetrotter #bhivelabs
— Worldly Bee (@VeganVictory989) October 14, 2024
આ પણ વાંચો : ભારતના કડક વલણ બાદ Justin Trudeau ના સૂર બદલાયા..કહ્યું..અમે ભારત સાથે લડાઇ નથી ઇચ્છતા
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 28 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને સુએઝ મેડિકલ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કેવી છે ઘાયલોની હાલત? આ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
આ પણ વાંચો : હવસખોર મહિલા! એક જ મહિનામાં 158 કોલેજીયન યુવકો સાથે….
દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે…
તમને જણાવી દઈએ કે ઈજિપ્ત (Egypt)માં દર વર્ષે હજારો લોકો જીવલેણ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામે છે. અહીં પરિવહન સલામતીનો રેકોર્ડ ખૂબ જ નબળો છે. મોટાભાગના અકસ્માતો ઝડપ, ખરાબ રસ્તા અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના કારણે થાય છે.
આ પણ વાંચો : દુનિયાનો અંત નજીક! મોતના રેગિસ્તાનમાં રેતીના ઢગલાં ઉપર પાણી ફરી વળ્યા