- ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના ચેરમેન અંગે HCનો ચુકાદો
- ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
- ન્યાયિક, વહીવટી કામ તત્કાલ અસરથી ખેંચવા નિર્દેશ
ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની (Gujarat Revenue Tribunal) કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટએ (Gujarat High Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. આ સાથે ન્યાયિક, વહીવટી કામ પણ તત્કાલ અસરથી ખેંચવા નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો – GTU : ABVP નાં કાર્યકર્તાઓએ કુલપતિ સમક્ષ વિવિધ માગણીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી, લગાવ્યાં ગંભીર આરોપ!
Gujarat High Court : ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના ચેરમેન અંગે HCનો ચુકાદો | Gujarat First#GujaratHighCourt #RevenueTribunal #JudicialTransparency #AdministrativeAction #HCJudgment #ChairmanRemoval #Gfcard #Gujaratfirst pic.twitter.com/MA1SU9Kjlx
— Gujarat First (@GujaratFirst) September 10, 2024
ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની (GRT) કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટનાં નિર્દેશ મુજબ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવામાં આવે. સાથે જ રાજ્ય મહેસૂલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ કોર્ટે GRT નાં ચેરમેનને કામગીરીથી અળગા રાખવા સરકારને નિર્દેશ કર્યો છે. GRT નાં ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચવા સરકારને નિર્દેશ કર્યા છે.
આ પણ વાંચો – Surat Stone Pelting : પોલીસની હાજરીમાં વાહનોને આગચાંપી! આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
ચેરમેન સામે 8 સપ્તાહમાં કાર્યવાહી કરવા સરકારને નિર્દેશ
ન્યાયિક પારદર્શિતા અને વહીવટી સુગમતા બાબતે કોર્ટનો (Gujarat High Court) મહત્ત્વનો હુકમ સામે આવ્યો છે. આ મામલે કોર્ટે સરકારને જવાબદાર ચેરમેન સામે જરૂરી કાર્યવાહી કરવા નિર્ણય લેવા માટે 8 અઠવાડિયાનો સમય આપ્યો છે. માહિતી મુજબ, ગણોત ધારાને લગતી તકરારોનાં નિર્ણય બાબતે સરકારે રાજ્ય મહેસૂલ પંચની નિમણૂક કરી છે. જો કે, રાજ્યનાં મહેસૂલ કાયદાને લગતી બાબતોનાં વિખવાદમાં કલેક્ટરનાં નિર્ણય સામે ટ્રિબ્યુનલમાં (GRT) અપીલ થઈ શકે છે. બીજી તરફ, એક જ હુકમને પડકારતી અરજીઓમાં વિરોધાભાસી નિર્ણયને લઈને હાઇકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે. કોર્ટે કહ્યું કે, સંબંધિત પક્ષકારો અને સરકારનું હિત જળવાય તે માટે આ નિર્ણય જરૂરી છે. આ હુકમની દુરોગામી અસર પડશે. જરૂરી કાર્યવાહી કરવા માટે એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે.
આ પણ વાંચો – Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત