શું છે CBI નું ઑપરેશન ચક્ર-3 ?
ગુજરાત સાથે કોલ સેન્ટર કૌભાંડનું કનેક્શન
અમેરિકન નાગરિકોને છેતરી-ડરાવી મહિને લાખો ડૉલર પડાવાય છે
અમદાવાદ, પુણે, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ ખાતે CBI ત્રાટકી
દેશભરમાં 36 સ્થળે દરોડા પાડી 26ની કરી ધરપકડ
58 લાખ રોકડા, 3 લક્ઝુરિયસ કાર અને લોકરની ચાવીઓ કબજે
FBI ઇનપુટના આધારે પાડવામાં… pic.twitter.com/54DxWaRRiR— Gujarat First (@GujaratFirst) September 30, 2024
અમદાવાદ સહિત ક્યાં-ક્યાં પડ્યા દરોડા
CBI Operation Chakra 3 ના ભાગરૂપે ગત 26 સપ્ટેમ્બરના અમદાવાદ સહિત દેશના ચાર શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, પૂણે (Pune) હૈદરાબાદ (Hyderabad) અને વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં જુદાજુદા 32 સ્થળોએ Team CBI ત્રાટકી હતી. પૂણેમાંથી 2 અને હૈદરાબાદ-વિશાખાપટ્ટનમ ખાતેથી 1-1 બોગસ કોલ સેન્ટર મળી આવ્યા છે. બોગસ કોલ સેન્ટર (Bogus Call Centre) ખાતેથી પકડાયેલા કોલર સહિતના સ્ટાફ મેમ્બરની CBI પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો –Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!
કેવી રીતે અમેરિકન નાગરિકોને લૂંટી લેવાય છે ?
CBI ના દરોડામાં લાખોની રોકડ, કરોડોના હિસાબ મળ્યા
સીબીઆઈના દરોડા (CBI Raid) માં સંખ્યાબંધ મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ઇલેકટ્રોનિક ડીવાઈસ સહિત 951 ચીજવસ્તુઓ કબજે લેવાઈ છે. આ ઉપરાંત 58.45 લાખ રૂપિયાની રોકડ અને ત્રણ લકઝુરિયસ કાર પણ કબજે કરવામાં આવી છે. કેટલાંક લૉકરની ચાવીઓ પણ મળી છે. સૂત્રોના જણાવ્યાનુસાર લાંબા સમયથી ચાલતા નકલી કોલ સેન્ટરોમાંથી તેમજ અન્ય આરોપીઓ પાસેથી મળેલા ડીવાઈસ આધારે કરોડો રૂપિયાના હિસાબ સામે આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, બોગસ કોલ સેન્ટર ચલાવતી ટોળકીઓ US Citizens ને છેતરીને મહિને દહાડે લાખો ડૉલર ખંખેરી હવાલા રેકેટ (Hawala Racket) અને ક્રિપ્ટો થકી નાણા ભારતમાં લાવે છે.