+

અમેરિકામાં ઠપ થયું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ! લાખો યુઝર્સ પરેશાન,કંપનીએ કહ્યું કે..

અમેરિકામાં ઠપ થયું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ 12 હજારથી વધુ ફેસબુકમાં નોંધાઈ ફરિયાદ 5 હજારથી વધુ ઇન્સ્ટાગ્રામ પર નોંધાઈ ફરિયાદ Facebook Instagram Down: મેટા કંપનીના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને…
  • અમેરિકામાં ઠપ થયું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ
  • 12 હજારથી વધુ ફેસબુકમાં નોંધાઈ ફરિયાદ
  • 5 હજારથી વધુ ઇન્સ્ટાગ્રામ પર નોંધાઈ ફરિયાદ

Facebook Instagram Down: મેટા કંપનીના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુએસમાં ડાઉન છે. સોશિયલ મીડિયા સાઇટ્સની ડાઉનિંગ ગતિવિધિઓ પર નજર રાખનારી વેબસાઇટ DownDetector અનુસાર, 12 હજારથી વધુ લોકોએ ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ કરી છે. 5 હજારથી વધુ લોકોએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.

DownDetector લોકોના રિપોર્ટના આધારે વસ્તુઓને ટ્રેક કરે છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં ટેકનિકલ ખામીઓને કારણે અસરગ્રસ્તોની સંખ્યા લાખોમાં હોઈ શકે છે. મેટાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઇન્સ્ટાગ્રામ પર 92 હજાર ફરિયાદો મળી

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં દુનિયાભરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ પ્રભાવિત થયા હતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લગભગ બે કલાક સુધી ડાઉન હતા અને ટેક્નિકલ સમસ્યાના કારણે આવું થયું હતું. આ સમય દરમિયાન ડાઉનડિટેક્ટરે જણાવ્યું હતું કે ફેસબુક પર 5 લાખ 50 હજાર ફરિયાદો અને ઇન્સ્ટાગ્રામ પર 92 હજાર ફરિયાદો મળી હતી.

આ પણ વાંચો –Space માં લક્ઝરી હોટલ જેવું સ્પેશ સ્ટેશન સુવિધાઓથી સજ્જ, જુઓ Video

મળતી માહિતી અનુસાર યુઝર્સને લોગ ઈન કરવામાં, એરર મેસેજ બતાવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે લોકોને તેમની પ્રોફાઈલ જોવામાં અને ઈન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ યુઝર્સને સમથિંગ ઈઝ રોંગનો મેસેજ બતાવી રહ્યું હતું. એક યુઝરે લખ્યું કે હું કોમેન્ટ કરી શકતો નથી. પ્રોફાઇલ જોઈ નથી. અન્ય એક યુઝરે લખ્યું કે તેને સ્ટોરી અને મેસેજ પોસ્ટ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રીજા યૂઝરે લખ્યું કે તેને કોમેન્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. એવું લાગે છે કે Instagram માં કોઈ તકનીકી સમસ્યા છે. શું આનો ક્યારેય ઈલાજ થશે?

Whatsapp share
facebook twitter