+

Dwarka : દ્વારકા- જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત, 6 થી 7 લોકોનાં મોતનાં અહેવાલ

દ્વારકા-જામનગર હાઇવે પર ગોઝારા અકસ્માત (Dwarka -Jamnagar highway) બે કાર, બસ અને એક બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત 6 થી 7 લોકોના મોત થયાનાં પ્રાથમિક અહેવાલ  મંત્રી મુળુભાઈ બેરા,…
  1. દ્વારકા-જામનગર હાઇવે પર ગોઝારા અકસ્માત (Dwarka -Jamnagar highway)
  2. બે કાર, બસ અને એક બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત
  3. 6 થી 7 લોકોના મોત થયાનાં પ્રાથમિક અહેવાલ 
  4. મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચ્યા

દ્વારકા-જામનગર હાઇવે (Dwarka -Jamnagar highway) પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જુનાગઢની Swift કાર, અમદાવાદની ઇકો કાર, એક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ અને એક બાઇક વચ્ચે આ અકસ્માત થયો છે. અકસ્માતમાં 6 થી 7 લોકો મૃત્યુ પામ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી મુળુભાઈ બેરા (Mulubhai Bera), સાંસદ પૂનમબેન માડમ (Poonamben Madam), ધારાસભ્ય પબુભા માણેક પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.

આ પણ વાંચો – કારમાં પંચર હોવાનું કહીં તસ્કરો રૂ. 40 લાખ લઈને પંખિડાની જેમ ઉડી ગયા

બે કાર, બસ અને બાઇક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, દ્વારકા-જામનગર હાઇવે (Dwarka -Jamnagar highway) પર બરડિયા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બે કાર, બસ અને એક બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ભારે હડકંપ મચી ગયો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસેની ટીમ, 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો – Ahmedabad : ‘મલાઈદાર’ ક્લાસ 1 ની નોકરી લેવા જતાં 6 લોકો ભરાયા, વકીલ ટોળકીએ રૂ. 3 કરોડથી વધુનું કરી નાખ્યું!

6 થી 7 લોકોનાં મોત થયાનાં પ્રાથમિક અહેવાલ

પ્રાથમિક અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં હાલ 6 થી 7 લોકોના મોતનાં સમાચાર છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક (Pabubha Manek) પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને માહિતી મેળવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ

આ પણ વાંચો – ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

Whatsapp share
facebook twitter